વેદના
વેદના
આંગણામાં વાસણનો ઢગલો પડયો હતો. ત્યાં જ કમળા ડોશીનો કર્કશ અવાજ રાગીણીનાં કાને પડયો.
" મૂઈ, કયાં મરી ગઈ, આ વાસણનો ઢગલો છે ને રાજરાણી આરામ કરે છે. એક તો બે છોડીઓ મારા માથે મારી છે."
રાગીણી વિચારોનાં મનોમંથન માંથી બહાર આવી અને વાસણ માંજવા લાગી. રાગીણીનાં કરમ જ કાણા હતાં. નાનપણમાં સાવકી મા નો ત્રાસ અને અહીં સાસુ......
લગ્ન પછી રાગીણીને બે છોકરીઓ આવી. પણ હવે તો સાસુનું ફરમાન હતું કે આ વખતે શહેરમાં જઈને ઓલા મશીનમાં જોવડાવું છે કે છોડી છે કે કુળનો દિપક. અને સાસુની જિદ સામે રાગીણીનું કંઈ ન ચાલ્યુ. આ વખતે પણ છોડી હતી. હવે સાસુ છોડીનો નિકાલ કરવાનું કહે છે. અને રાગીણી એક જીવને બચાવવો કેમ, તે વિચારે છે. મનોમંથનનાં અંતે નક્કી કરે છે કે આ પાપ તો હું કોઈ કાળે થવા નહીં દઉં.
