સાંચી કદર
સાંચી કદર
રેવતી ખૂબ ઓછું ભણેલી પણ ઘણી સમજુ હતી. નાના ગામમાંથી લગ્ન કરી શહેરમાં રાજનાં ઘરમાં શાનદાર તેનું સ્વાગત થયું. રેવતી સીધી સાદી જ્યારે રાજ ખૂબ જ હેન્ડસમ અને ફેશનેબલ હતો. રાજને રેવતીની બોલી, કામ, ઢબ કશું જ ગમતું નહોતું. તેથી એ રોજ રેવતી સાથે નાની નાની વાતોમાં ઝગડો કરતો અને રેવતીને ગમાર, ડફોળ જેવા શબ્દો કહેતો. જે રેવતીનાં દિલને વીંધી નાંખતા પણ રેવતી કંઈપણ બોલતી નહીં. અને હવે તો હદ થઈ ગઈ રાજનાં તેની જ ઓફિસમાં કામ કરતી ઋતુ સાથેનાં પ્રેમ સંબંધની જાણ રેવતીને થઈ ગઈ.
હવે રેવતી પોતાનાં આત્મ સન્માનનાં ભોગે અહીં રહેવાં માંગતી ન હતી. તેથી તેણે હંમેંશને માટે રાજનું ઘર છોડી દીધું. રેવતી ગામડે તેનાં પિતાને ઘરે ગઈ. આ વાતની જાણ ઋતુને થતાં બીજાં જ દિવસે તે રાજના ઘરે રહેવાં આવી ગઈ. રાજ તો બહું ખુશ થયો. બીજાં જ દિવસે સવારે ઋતુ હજુ સૂતી હતી. રાજને એક જરૂરી મિટિંગ માટે જવાનું હતું. રાજ તો તેની રોજની આદત મુજબ "મારાં કપડાં ક્યાં? મારો નાસ્તો ક્યાં ? પણ આ બધું કરવાવાળી રેવતી તો હવે હતી નહીં. તેણે ઋતુને જગાડી નાસ્તો બનાવવાં કહ્યું તો ઋતુ કહે.
ઋતુ : " રાજ, તું જાતે બનાવી લે, મારાંથી આટલું જલ્દી ન ઉઠાય."
ઋતુનો જવાબ સાંભળી રાજને રેવતીની યાદ આવી. રેવતી રોજ રાજનું ટિફિન, તેનાં કપડાં, ગરમ નાસ્તો બધું જ તૈયાર રાખતી, પણ રાજે રેવતીની કદર કયારેય ન કરી. થોડાં જ દિવસોમાં રાજને રેવતીની કદર સમજાય ગઈ. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. કોઈની કદર આપણને ત્યારે જ સમજાઇ જયારે તે આપણાથી દૂર જાય.
