STORYMIRROR

Varsha Bhatt

Inspirational

3  

Varsha Bhatt

Inspirational

તોફાની વરસાદ

તોફાની વરસાદ

1 min
128

શહેરથી દૂર રેલ્વેનાં પાટા પાછળ એક ઝૂંપડપટ્ટીમાં જીવી, તેનો ઘરવાળો કરશન અને છોડી સવલી રહેતાં હતાં. સવલી કરશનની છોડી ન હતી. તે આંગળિયાત લઈને આવી હતી. જીવી ચાર, પાંચ ઘરોમાં કામ કરવાં જતી. કરશન મન પડે તો મજૂરી કરતો અને રાત થતાં દારૂનો નશો કરી આવતો.

નશામાં હોય ત્યારે કરશનને કંઈ ભાન રહેતું નહીં. જીવીને થોડાં દા'ડા તાવ આવ્યો અને જીવી તાવમાં મરી ગઈ. કરશનને આનાથી કોઈ ફરક પડયો ન હતો. હવે સવલી એકલી થઈ ગઈ હતી. તેની મા જ્યાં જ્યાં કામ કરવાં જતી ત્યાં તે પણ કામ કરવાં જતી. હજુ તો પંદર વર્ષની માસૂમ સવલી કામેથી આવી રોટલા કરી. બાપની રાહ જોઈ સૂઈ ગઈ.

આજ તોફાની વરસાદ વરસતો હતો. વીજળી ચમકતી હતી. બહારથી દારૂનાં નશામાં ધૂત કરશન આવ્યો વરસાદથી તે પૂરો ભીંજાઈ ગયો હતો. એક તો દારૂનો નશો અને કોઈ ભાન નહીં, આવીને સૂતેલી સવલીનાં શરીર સાથે અડપલાં કરવાં લાગ્યો. એક પછી એક કપડાં દૂર થતાં ગયાં. કરશનની તાકાત સામે સવલીનું કંઈ ચાલ્યું નહીં. 

  સવાર થતાં લોહી લુહાણ સવલી ગંભીર હાલતમાં કણસતી હતી. કરશન હજી ઊંઘતો હતો. જાગીને જોયું તો કરશનને તેની ભૂલનો પસ્તાવો થયો. વરસતો વરસાદ, ચમકતી વીજળી અને દારૂનાં નશાએ એક માસૂમ કળીને રહેંસી નાંખી.

આસપાસનાં લોકોએ પોલીસને બોલાવી કરશનને જેલ ભેગો કર્યો. સવલી એકલી પોતાની જાતને, શરીરને બચાવતી જીવન જીવી રહી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational