મેરા ભારત મહાન
મેરા ભારત મહાન
આજે આપણે આઝાદ થઈને ફરી શકીએ છીએ, પણ વરસો પહેલાં આપણો દેશ ગુલામ હતો. ઈ. સ ૧૯૪૭ નાં ૧૫ મી ઓગસ્ટના આપણો દેશ આઝાદ થયો. આ પહેલાં આપણાં દેશ પર અંગ્રેજોનું શાસન ચાલતું હતું. અંગ્રેજોના ત્રાસ અને જુલમોથી ભારતીય પ્રજા ત્રાસી ગઈ હતી. ગાંધીજીએ સત્યાગ્રહની લડાઈ ચાલુ કરી, સાથે જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલા લજપતરાય, બાળગંગાધર તિલક જેવાં ઘણાં સ્વતંત્ર સેનાનીઓ પોતાનું જીવન દેશ માટે કુરબાન કરી દીધું. આપણાં દેશને આઝાદી મળી એ દિવસ ભારતનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો હતો.
આ દિવસે સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લાલ કિલ્લા પરથી આપણાં માનનીય વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. અને પ્રજાને સંબોધન કરે છે. આ સિવાય શાળાઓમાં, સરકારી કચેરીઓમાં પણ ધ્વજ ફરકાવવામાં આવે છે. શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. આ દિવસે જેમણે પણ બહાદુરીના કામ કર્યા હોય તેમને પણ સન્માનિત કરવામાં આવે છે.
આજે આપણો દેશ દુનિયાનાં શ્રેષ્ઠ દેશોમાં સામેલ છે. ૧૯૪૭ થી લઈ ૨૦૨૨ સુધી આપણાં દેશે ઘણી પ્રગતિ કરી છે. ચારે તરફ "મેરા ભારત મહાન " નાં વાવટા ફરકે છે. દેશનો દરેક નાગરિક દેશભક્તિનાં રંગે રંગાઈ જાય છે.
" મારો દેશ મારું અભિમાન છે, ત્રિરંગો મારી શાન છે. ચારેતરફ બસ, ભારતનું જ નામ છે. મારો દેશ મારું અભિમાન છે."
જય હિન્દ, જય ભારત...
મારો દેશ મારી જાન
દેશ માટે છે કુરબાન.
છોડી ઘર, પરિવાર
રક્ષા કરું મારા દેશની.
ન જોઉં ઠંડી, ગરમી
દેશ માટે છે કુરબાન.
કરું દુશ્મનોનો ખાતમો
મા ભોમની કરું રક્ષા.
ગાંધીનાં ચિંધેલા રસ્તે
ચાલી હું કરું દેશની સેવા.
વીર જવાનોને લાખો સલામ
કરું હું દેશની સેવા.
