અવળાં કરતૂતો
અવળાં કરતૂતો
અનિલને મનાલીને બાહુપાશમાં જકડી બળજબરી કરતાં મંદિરથી પરત ફરેલા પુષ્પાબેન જોઈ ગયા. દરવાજો ખોલી અંદર જઈને અનિલને એક જોરદાર તમાચો માર્યો. અને કહ્યું
'નિકળી જા હાલજ મારાં ઘરમાંથી. મેં તો દૂધ પાઈને સાપ ઉછેર્યો છે. મને મનાલીએ કહ્યું હતું પણ હું મારાં ભત્રીજા ઉપર વિશ્વમાં આંધળી હતી તો એની વાતને કાન ઉપર ના ધરી. મને કહ્યું હતું તારાં અવળાં કરતૂતો વિશે.'
આમ કહીને અનિલને ધક્કો માર્યો અને મનાલીને બાહુપાશમાં લઇ એની પીઠ ઉપર હાથ ફેરવવા લાગ્યા. અને કહ્યું 'મારી વહાલી નણંદ મને માફ કરજો અને તમારાં ભાઈ સુધી વાત ના જાય એટલું મારું માન રાખજો બેનબા.
મનાલીએ ભાભીને રડતાં રડતાં હા પાડી. પુષ્પાબેને અનિલના કપડાંનો થેલો અનિલ ઉપર નાખ્યો અને દરવાજા બહાર કાઢી મૂકીને દરવાજો બંધ કરી દીધો.
