Priti Bhatt

Classics Tragedy

3  

Priti Bhatt

Classics Tragedy

અસ્તિત્વ

અસ્તિત્વ

5 mins
14.7K


આજે અરુણ ઓફિસેથી કલાક વહેલો આવી ગયો. પોતે ખૂબ ખુશ હતો ઘરમાં પ્રેવશતાં જ પત્નીના નામની બૂમ પાડતો રસોડામાં જતો રહ્યો. આશા સાંજના ભોજનની પૂર્વ તૈયારી કરતી હતી. અરુણ આશાને ભેટી પડતાં બોલ્યો; "હું ખૂબ ખુશ છું મને પ્રોમશન મળ્યું છે, આજે આપણે બધાં બહાર ડીનર કરીશું." ત્યાં જ તેમની પાંચ વર્ષની દીકરી ઈશા આવી. પપ્પાને આવી ગયેલા જોઈ હસતી હસતી પાપા કહીં વળગી પડી. અરુણને પણ દીકરી ખૂબ વ્હાલી હતી. ઈશાને ઉંચકીને વ્હાલ કરતાં બોલ્યો, "મારી દિકરી મારા માટે લક્કી છે, મારો જીવ છે."

સોફા ઉપર ચાનો કપ આપતાં આશા શરમાતા બોલી: "મારે પણ તમને ગુડ ન્યૂઝ આપવાના છે." કહી નીચે જોઈ ગઈ. ઈશાને સોફા ઉપર બેસાડી અરુણ આશાનો હાથ પકડતા, "શું વાત કરે છે! સાચે?" કહી ભેટી પડ્યો. ઈશા પપ્પા મમ્મીને જોઈ રહી. બંન્ને ઈશા પાસે આવીને બેઠા. અરુણ દીકરીને રમાડતાં બોલ્યો, "દિકુ જલ્દીથી હવે તારી સાથે રમવા માટે ભઇલું આવશે. પછી તું ને ભઇલું ખૂબ મજા કરજો." આ સાંભળી ઇશા ખુશ થતી સામે રહેતી બહેનપણીને કહેવા દોડતી પહોંચી ગઈ.

"સુમી, હવે મારો પણ ભાઈ આવવાનો છે તારા ભાઈ જેવો જ, પછી હું એની સાથે રમીશ." સુમી થોડી ઉદાસ બેઠી હતી, ઈશાને કોઈ જવાબ ન આપ્યો. ઈશાએ પૂછ્યું શું થયું, તો રડતા રડતા બોલવા લાગી; "હવે મારા પપ્પા મમ્મી મને પ્રેમ નથી કરતા એ લોકોને તો ભાઈ જ વ્હાલો છે હું નહીં." આ સાંભળતા ઈશાને પણ થયું "ભાઈ આવતાં મારા પપ્પા મમ્મી પણ મને પ્રેમ નહિં કરે તો?" આ વિચારે ફરી દોડીને ઘરે ગઈ. મમ્મી ડીનર માટે જવા તૈયાર થઈ રહી હતી. પપ્પા સોફા ઉપર બેઠા ટી.વી જોતા હતા.

"ચાલ દિકુ તૈયાર થઈ જા. તારું રેડ ફ્રોક મમ્મીએ કાઢયું છે." કહી પાસે બોલાવી. ઇશા ઉદાસ હતી. "શું થયું બેટા? તારે પીઝા નથી ખાવા?" કહી લાડ લડાવતા અરૂણે ઈશાને તૈયાર કરવા પાસે ખેંચી. ઈશા પાસે આવી રડવા લાગી અરૂણ સમજી ન શકયો "શું થયું?" ધીમેથી ઈશા બોલી, "પપ્પા મારે ભાઈ નથી જોઈતો." આ સાંભળતાં અરુણ ચમકી ગયો. તેને સમજાવવા ખોળામાં બેસાડી વહાલ કરતાં પૂછ્યું, "ભાઈ કેમ નથી જોઈતો?"

ઈશા તેના બાળસહજ મનમાં ચાલતા વિચારો કહેવા લાગી. "ભાઈ આવી જતાં તમે મને પ્રેમ નહી કરો પછી બધું તમે લોકો ભાઈને જ આપી દેશો." કહી રડવા લાગી. અરુણ ખૂબ પ્રેમથી પ્પ્પી કરતાં સમજાવવા લાગ્યો; "તું મોટી બહેન બનશે એટલે તું કહેશે તેમ ભાઈ કરશે. અને તારું બધું કામ પણ કરશે. અને તું તો મારી લક્કી ગર્લ છો માટે સૌથી વધુ તો અમે લોકો તને જ પ્રેમ કરશું." આ વાત સાંભળી "સાચે?" કહી ઈશા પપ્પાને વળગી ગઈ.

રોજ નવા સવાલોમાં ને સવાલોમાં ઈશાના ઘરે ભાઈનો જ જન્મ થયો. બધાં જ ખૂબ ખુશ હતાં. ઈશા પણ ભાઈને જોઈ ખૂબ આનંદમાં આવી ગઈ. સમય જતાં ઈશાના મગજમાં હું મોટી છું પપ્પા અને મમ્મી ઉપર મારો હક્ક સૌથી વધું, મને જ પ્રેમ કરવાનો બધું મને જ પહેલા આપવાનું આ બધી વાતો ઘર કરતી ગઈ અને નાની વાતોમાં જીદ્દ કરતી. અરુણ, ઈશા હજી નાની છે સમજી એની બધી જીદ્દ પુરી કરતો રહેતો. આમ ને આમ ઈશા બાર વર્ષની થઈ ગઈ. અને એનો ભાઈ શિવ છ વર્ષનો થયો. હવે ઈશા મોટી થઈ હતી માટે અરુણ-આશા બધી જીદ્ પુરી કરતા નહિં જેથી રિસાઈ જતી.

શિવ નાનો, સમજે નહિં એટલે બેન - બેન કહી પાછળ પાછળ ફરતો રહેતો પણ ઈશા વાત કરતી નહીં. આ જોઈ આશા રોજનો ઠપકો આપતી, "મોટી છે પણ સમજતી નથી."

આ મમ્મીના ગુસ્સાને પોતાના માટેના ઓછા પ્રેમમાં ગણતી રહી અને મનોમન ભાઈ પ્રત્યે ચીંડ વધારતી ગઈ. મમ્મી કોઈકવાર શિવ માટે સારું બોલે તે પણ સહન કરી શકતી નહિં. ભાઈ આવ્યો ત્યારથી પપ્પા મમ્મી બદલાઈ ગયાં. તેમાં પણ મમ્મી પ્રત્યે તો ઘણી ગુસ્સે રહેતી. ભાઈ વહાલો લાગવાને બદલે પોતાનું ઘરમાં અસ્તિત્વ, સ્થાન, મહત્વ છીનવી લેનારો લાગવા લાગ્યો. પપ્પા મમ્મી માટે પોતે શિવ કરતાં ઓછી મહત્વની છે એમ સમજતી થઈ ગઈ.

શિવ સાથે રોજે ખરાબ વર્તન કરતા અરુણ અને આશા આજે બને જ ગુસ્સામાં ઈશાને ખીજવાયાં. 

"હવે મોટી થઈ વાત સમજવી જોઈએ નાના ભાઈને સાચવાને બદલે કાયમ રડાવે છે." કહી બોલ્યાં. જે ઈશા સહન ના કરી શકી. એ પણ ગુસ્સામાં રડતી જાય ને પોતે હવે કામની નથી શિવ આવ્યો એટલે હું ખરાબ બની ગઈ મમ્મી બધું શિવને જ વધારે આપે પપ્પા પણ શિવનું કહેલું કરે મને જ શિવને કારણે ખીજવાયાં કરે કરીને રુમમાં બારણું બંધ કરીને બેસી ગઈ. 

અરુણ અને આશા ઈશાના આ વર્તનથી ચિંતામાં પડી ગયાં. મોટી થતી દીકરીની આવી જીદ્દ અને ખોટા વિચારો કેમ બદલવા તે અંગે કોઈક ડોકટરની સલાહ લેવાનું વિચારતા હતાં, પણ કોઇક કારણોસર આજકલ થયા કરતું હતું. કાળને કંઇક અલગ જ મંજૂર હતું.

થોડા દિવસ વીતી ગયા. ઈશા સ્કૂલેથી ઘરે આવી ત્યારે કંઇક અલગ જ વર્તન તેનું હતું. આજે તેણે સામેથી શિવને બોલાવ્યો પોતાની પાસે ચોકલેટ હતી તે આપી.

ઈશા: મમ્મી મારું ને ભઈલુંનું દૂધ આપ અમે બંને સાથે પી લઈશું. 

મમ્મી: આનંદમાં આવી ગઈ ને, ’વાહ મારી ઢીંગલી’ કહેતા પપી કરી ને બંનેનું દૂધ આપ્યું. 

ઈશા: ‘ભઈલુ!’ કહી પાસે બોલાવી ટીવી જોતાં જોતાં બંને દૂધ પીવા લાગ્યાં. 

હવે ઈશા ભાઈને સમજતી થઈ બંને હવે સાથે રમશે ચિંતા ઓછી થશે વિચારતી રસોઈની તૈયારીમાં લાગી ગઈ. શિવને પણ બેન સાથે રમવાની મજા આવી. મમ્મી હું ભાઈ સાથે રમવા જાઉં કહીં ઈશા શિવને પોતાના બિલ્ડીંગની અગાસી ઉપર લઈ ગઈ. શિવને કોઈ જ સમજ હતી નહિં તે તો બહેન કહે તેમ બોલ રમવા લાગ્યો. જાણી જોઇને ઈશા એ બોલ પાળની ધાર તરફ નાંખ્યો. પાળનો ભાગ તૂટેલો હતો. શિવ દોડીને બોલ તરફ ગયો અને પગ લપસ્તા બહારની તરફ ફેંકાયો આ જોઈ ઈશા મનોમન વિચારવા લાગી ભાઈથી છૂટકારો મળી જશે. અગાસીની પાળનો સળિયો પકળી શિવ ટીંગાઈ ગયો બેન બેન કહી રડતા રડતા બુમ પાડવા લાગ્યો.

શિવની ચીસ મોટી થતી ગઈ. આ ચીસ સાંભળતા ઈશાના મગજમાં અચાનક ભાઈ માટે પ્રેમ લગાવ જન્મી ગયો અને ભાઈને બચાવવા દોડી. પોતાનો હાથ આપી શિવને ઉપર ખેંચવાનો પ્રયત્ન કરવા લાગી. બાળકોની ચીસ સાંભળતા બિલ્ડિંગમાં લોકો ભેગા થઈ ગયા. બૂમાં બૂમ સાંભળીને આશા પણ બહાર આવી પોતાના બાળકોને ટીંગાયલા જોઈ બૂમો પાડવા લાગી. શિવ બહેનનો હાથ પકડીને ઉપર આવી ગયો. શિવને દૂર ખસેડી ઈશા ઉભી થવા ગઈ પરંતુ ઉંચાઈ પરથી નીચે નજર પડતાં પોતાનું બેલન્સ ગુમાવી બેઠી લિફ્ટ બંધ હોવાથી બિલ્ડિંગના સભ્યો ઉપર આવતાં સુધીમાં ઈશા નીચે પટકાઈ. શિવ, બેન કહી બૂમ પાડતો રહ્યો ને ઈશા લોહીના ખાબોચિયાંમાં પટકાઈ ગઈ. આશા દીકરીને નીચે પડતાં જોઈ બેભાન થઈ ગઈ.

બંન્નેને હોસ્પિટલમાં લઈ જતા ઈશાએ રસ્તમાં જ પ્રાણ છોડી દીધા, છેલ્લી જે ક્ષણો હતી તેમાં ફક્ત ને ફક્ત તે પોતાના ભાઈનો જ હાથ પકળીને જોતી રહી, ને ભાઈલો ભાઈલો બોલી શકી.


Rate this content
Log in

Similar gujarati story from Classics