સાંભર છોરા
સાંભર છોરા
'સાંભર છોરા, તું સઉદ વરસનો થયો સે તો બાપુ સંગાથે ભઠ્ઠે જવા માળ.’
ભઠ્ઠે? હુંતો, પાદરની ઈસકુલ સે ત્યાં ભણવા જાવાનો છું. માસ્ટરજીએ કીધું સે દાખલો થઈ જાશે.
'ના, આટલી ચોપડી કરી ઈ બો થયું.
બે પયશા લાવતો થઈ જા.
સારું મૂરત જોઈ રેવલીને આણા કરી તેળી લાવું,
મારે એ કામમાં સંધીયારો થાશે'.
પૂનમની સંધ્યાએ કુમળી નવ વર્ષેની રેવા સુંદર શણગાર સજી વાસુના ઘરમાં પ્રવેશી.
નાનકડી રેવા, ખૂણે ખીટીએ ટીંગાડેલું દફતર હાથમાં લઈ ‘આ તમારું સે?’
‘હા' કોમ?
હું એ આવો ઠેલો લઈ ઈશકુલ જઈશને?
થોડા દિવસો પછી, વાસુ: ‘માં, ‘કાલથી રેવા ઓલી પાદરવાળી ઈશકુલમાં જાસે. માસ્ટરજીને દાખલાનું પૂછી આયો’.
માં: ‘એ વહુ કહેવાય ઈશકુલ નો જવાય ઈનાથી છાનોમાનો ભઠ્ઠે જા’.
વાસુ લાચાર બની રેવાના આંસુ જોતો રહ્યો. સવારમાં રેવા વાસુનો હાથ પકડીને બોલી,'હું ઈશકુલ ના જઈ શકું??'
વાસુને પોતાની અધૂરી ઈચ્છા અને પરંપરાના વહેણમાં નવો જ માર્ગ સૂઝયો.
ઝડપથી રેવાનો હાથ ઝાંલી પાદરના બસ અડ્ડે દોડયો..