Priti Bhatt

Others

2  

Priti Bhatt

Others

સંગાથ..

સંગાથ..

2 mins
7.1K


     આજે પ્રણવ પોતના બિઝનેસ એસોસિયેશનની પાર્ટીમાં દોસ્તો સાથે ઊભો હતો ત્યારે દરેક મિત્રો પોતાની કોલેજ લાઇફની યાદો તાજા કરતા પોતાની વાત કહી રહ્યા હતા. વર્ષો પછી પ્રણવની સામે પલકનો ચહેરો ફરવા લાગ્યો અને રોઝ ડેને દિવસે બે ખાસ મિત્રોનાં સંબંધનો અંત આવી ગયો હતો એ પળને મહેસુસ કરતો યાદોમાં ખોવાઈ ગયો.

     પ્રણવ રોઝ ડેના દિવસે પોતાની બેસ્ટ ફ્રેન્ડને પોતાની પ્રેમિકા તરીકે જીવનસંગીની બનાવવાના સપનાંને પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે રૂમમાં પપ્પાને આવતા જોઈ રોઝ સંતાડી દે છે. પપ્પા પ્રણવની પાસે આવી શાંત ચહેરે જણાવે છે, પ્રણવ તારી બહેનના સાસરાવાળાએ શરત મૂકી છે કે અમારી દિકરી ઝંખનાના લગ્ન તમારા દીકરા પ્રણવ સાથે કરશો તો અમને તમારી દિકરી વહુ તરીકે મંજૂર છે! આ સાંભળતાં જ પ્રણવના હોંશ ઊડી જાય છે. શું બોલવું તે જ સમજી શકતો નથી. એક બાજુ પોલિયોગ્રસ્ત પોતાની બહેન તો બીજી તરફ પોતાના પ્રેમનો ભોગ- આ જ કશ્મકશમાં તે બહાર નીકળી જાય છે. છેવટે બહેનના ભવિષ્ય માટે પોતાના પ્રેમની બલી આપવા તૈયાર થઈ જાય છે. બીજે દિવસે કોલેજમાં પલક પ્રણવના રેડ રોઝની રાહ જોતી હોય છે. ત્યાં અચાનક પ્રણવ પીળું ગુલાબ આપે છે. પલક સૂનમુન બની એ પીળું ગુલાબ જોતી રહે છે અને ભાંગી પડે છે. કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી જતી રહે છે. મનોમન પ્રણવ પર ગુસ્સો કરતાં એની બહેનપણીને કહે છે, શું પ્રણવને મારી આંખોમાં એના માટેનો પ્રેમ નથી દેખાતો? મારો ખાસ મિત્ર જો મારી લાગણી ના સમજી શક્યો તો એ મારો મિત્ર બનવાને પણ લાયક નથી એમ કહી પીળું ગુલાબ એ પ્રણવને પરત મોકલાવી આપે છે અને કાયમ માટે સંબંધ તોડી જતી રહે છે...

      પ્રણવ ઘરે આવી પોતાની ડાયરીમાં મૂકી રાખેલું દોસ્તીનું એ પીળું ફૂલ હાથમાં લઈ આજે વર્ષો પછી પલકને ફોન લગાવે છે. પલક અવાજ ઓળખી જાય છે. પણ આખમાં આસું સાથે રોંગનંબર કહી ફોન કટ કરી નાખે છે.

     પ્રણવ મનમાં બોલી ઊઠ્યો, “હા, મેં જાતે જ રોગનંબર લગાવ્યો છે… સોરી…”

"યાદો ખાળી જીવવું હવે,

યાદો સંગાથે ઝૂરવું હવે,

રહ્યું શેષ આયખા મહીં,

યાદો થકી જ પૂરવું હવે."

 

 

 


Rate this content
Log in