Priti Bhatt

Others

0.0  

Priti Bhatt

Others

પાંપણ તળે પ્રેમ..

પાંપણ તળે પ્રેમ..

5 mins
7.7K


કાવ્યા અને નિરજ વોટ્સઅપના કોલેજ ગ્રૂપમાં સાથે હતાં. ગ્રૂપ ચેટ કરતાં કરતાં નિરજે એક દિવસ પર્સનલ મેસેજ કર્યો.

'હાય કાવ્યા ! આઇ એમ નિરજ. વી બોથ આર ઇન કોલેજ ગ્રૂપ.' સામેથી કાવ્યાએ પણ રિપ્લાય આપ્યો. 'યસ આઇ નો.' પછી બંનેની વાતો વોટ્સઅપ ગ્રૂપ કરતાં પર્સનલ જ વધુ થવા લાગી. નિરજે એક દિવસ પૂછ્યું, 'તું કોલેજમાં કયાં ડિવિઝનમાં છે ? કોઈ દિવસ મળતી કેમ નથી ?'

કાવ્યાએ કહ્યું, 'હું ફક્ત કોલેજમાં ટુટોટોરીલ આપવા જ આવું છું.' આ સાંભળી નિરજે સીધો ફોન જોડ્યો. પહેલીવાર બંનેએ એકબીજાનો અવાજ સાંભળ્યો. ફોન પર જ કાવ્યા જોબ કરે છે, સવારે ટ્યુશન આપે છે. આ બધી વાતો જાણી. નિરજને કાવ્યાનો અવાજ ખૂબ ગમ્યો અને સ્વભાવ પણ. હવે નિરજ અવારનવાર ફોન કરી વાતો કરતો. કાવ્યાને પણ નિરજનો સ્વભાવ, વારંવાર કેર કરવાની રીત, પડછંદ અવાજ.. આ બધું જ આકર્ષિત કરી ગયું હતું. આમને આમ વોટ્સઅપ ઉપર અને ફોન પર વાતો કરતાં દસ મહિના પસાર થઈ ગયા. નિરજને કાવ્યા સાથે વાતો કરતા કરતા પ્રેમ થઈ ગયો હતો. એક દિવસ પણ વાત ન થાય તો બેચેન થઈ જતો. મનોમન કાવ્યાને મળી પોતાના દિલની બધી વાતો કરવાનો નિર્ણય કર્યો. 

સવારે કાવ્યાને ફોન કરી બપોરે કોલેજ કેન્ટીનમાં મળવા આવવા કહ્યું. કાવ્યાને ઓફિસમાં રજા મળે તેમ ન હતી છતાં નિરજના અતિશય આગ્રહને વશ થઈ બોસને માંદગીનું બહાનું બતાવી અડધા દિવસની રજા મંજુર કરાવી લીધી. કાવ્યા પણ પોતાના ખાસ મિત્રને મળવા ઉત્સુક જ હતી. 

નક્કી કર્યા મુજબ કાવ્યા બપોરે કોલેજ કેન્ટીનમાં પહોંચી. નિરજનું ડીપી જોયું હતું માટે કાવ્યા દુરથી જ ઓળખી ગઈ, પરંતુ નિરજના મન-મગજમાં કેવી લાગતી હશે કાવ્યા ? એ એક સવાલ જ હતો. ઘણીવાર માંગવા છતાં કાવ્યાએ ફોટો આપ્યો ન હતો પરંતુ રોજની વાતો ઉપરથી તેના અવાજ જેટલી સુંદર જ હશે એમ પુરો વિશ્વાસ હતો. કાવ્યા ટેબલ નજીક આવીને બોલી, 'હાય નિરજ!'. અવાજ એકદમ પરિચિત લાગતા સપનામાંથી જાગીને ચોકી ગયો હોય તેમ, 'તું કાવ્યા ?’ 

'હા, હું કાવ્યા‌.'

'ઓહહ, ઓકે હાય હાવર્ર યું ?' કહીં સામેની ખુરશી પર બેસવા કહ્યું. કાવ્યાનો રંગ શ્યામવર્ણ હતો. નાજુકતા, લાંબા કાળા વાળ, પતલી કમર અને ગુલાબી હોઠોનું સ્મિત રૂપરૂપના અંબાર કરતા પણ ચઢિયાતું હતું. પરંતુ નિરજની સપનાની કાવ્યા રૂપરૂપની અંબાર હતી. કાવ્યાનો શ્યામવર્ણ થોડો ખટકયો. આકર્ષક તો છે પણ... આ સવાલ નિરજના મનમાં ઘુંટાવા લાગ્યો. બંનેને કેટલાયે માસથી એકબીજાને મળવાનો ઉત્સાહ આજે પુરો થયો હતો. કાવ્યાતો નિરજને મળીને ઘણી આનંદમાં આવી ગઈ પરંતુ સામે પક્ષે નિરજનો ઉત્સાહ અચાનક દરિયામાં ઓટ આવતા શાંત સ્વરે પાછા વળતાં મોજા માફક ઓસરી ગયો હતો. થોડી ઘણી મિત્રતાના ભાવે ઔપચારિક વાતો કરી બંને 'બાય.. ટેક કેર' કહીં છુટા પડયાં.

ફેન્ડગ્રૂપમાં રાતે બાર વાગ્યે 'હેપી બર્થડે નિરજ' નો મેસેજ વંદનાએ મૂક્યો. વંદના ગ્રુપ એડમિન હતી અને કાવ્યા નિરજની બેસ્ટ ફ્રેન્ડ પણ હતી. ગ્રુપમાં એક પછી એક બધા જ મિત્રોના મેસેજ આવી ગયા. કાવ્યાને ગ્રુપમાં મેસેજ વાંચતા નિરજ ઉપર ગુસ્સો આવ્યો. આટલા સમયથી વાતો કરીયે છીએ બેસ્ટ ફ્રેન્ડ છીએને પાછા આજે કોલેજમાં મળ્યા તોયે નિરજે પોતાની બર્થડે કાલે છે તે ન કહ્યું ? હવે મારે પણ વીશ નથી કરવી વિચારી ગ્રૂપમાં મેસેજ ન કર્યો. બધા મિત્રો પાર્ટી માંગી રહ્યા હતાં પરંતુ નિરજ કોઈ જવાબ આપી રહ્યો ન હતો. 

વંદના સમજી જતા કાવ્યાને પર્સનલ મેસેજમાં ગ્રુપમાં આવવા કહ્યું અને નિરજને બર્થડે વિશ કરવા પણ કહ્યું. કાવ્યા ગુસ્સામાં હતી એટલે વંદનાના મેસેજના જવાબ ન આપ્યા. ફોન પણ બંધ કરી દીધો. થોડીવાર સુધી કંઈ ચેન ન પડતા ફરી ફોન ચાલુ કરી ગ્રૂપના મેસેજ વાંચવા લાગી. નિરજ પર ગુસ્સોતો હતો જ પણ ખાસ મિત્રને જન્મદિવસની શુભકામના પણ ન આપુ તો સારું ન લાગે એમ વિચારી ફક્ત ગ્રુપમાં જ વીશ કરીશ ઇનબૉક્સમાં ન જ કરીશ નક્કી કરી ગ્રુપમાં મેસેજ મુક્યો; “હેપી બર્થ ડે નિરજ”. નિરજ પણ જાણે કાવ્યાના મેસેજની રાહ જોતો હોય તેમ તેની વીશ બાદ તરત જ મેસેજ મૂક્યો, 'થેકસ ટુ ઓલ માય ડીયર ફેન્ડસ્. આવતી કાલે સાંજે મારા ઘરે આઠ વાગ્યે બધાએ આવવાનું છે પાર્ટીમાં.' સામે વંદનાનો રીપ્લાય આવ્યો..,'યા શ્યોર, થેકસ્. ઓલ મીટ એટ ઈએટ ઓ કલોક બાય ગુડનાઈટ ઓલ.’

સાંજે સાત વાગ્યે વંદના કાવ્યાના ઘરે પહોંચી 'અરે, કાવ્યા હજુ તું તૈયાર નથી થઈ ! કાવ્યા શાંતિથી પોતાનું કામ કરતા કરતા..’ કેમ અત્યારે શું કામ મારે તૈયાર થવાનું ? શું કેમ પાર્ટીમાં જવાનું છે કે નહીં, તું ગ્રુપના મેસેજ વાંચે કે નહીં ? ચાલ જલ્દી ઊભા થા લેટ થશે પછી.'

'હું નથી આવવાની. તમે લોકો એન્જોય કરો.' આ સાંભળી વંદના નજીક આવી, ‘ના તારે આવવાનું જ છે નાટક બંધ કર તૈયાર થા.’ ફરી કાવ્યાનો એ જ જવાબ “ના” વંદનાથી હવે ના રહેવાયું, ’'અરે, આજે નિરજ પ્રપોઝ કરવાનો છે તને; કેમ સમજતી નથી ?”

આ વાક્ય સાંભળતા શરમાતા, 'સાચે…?'

'હા, કહેવાની ના પાડી હતી. બટ કહેવાય ગયું. હવે ઉતાવળ કરીશ ?' 

ઓહહહ એટલે એને મને એની બર્થડેનું ના કહ્યું? “હા મારી મા, જલ્દી તૈયાર થા હવે તો !”

'હા' કહીં તૈયાર થઈ ઉતાવળે નીકળ્યા. રસ્તામાંથી સરસ ટાઇટનની વોચ લીધી. ઘરે બધા ફેન્ડ્સ આવી ગયા હતા. નિરજ કાવ્યાને જોઈ આનંદિત હતો પરંતુ કંઈક સપનું તૂટ્યું હોય તેમ અનુભવતો હતો.

કાવ્યા કંઈક બેચેની નિરજના ચેહરા પર વાંચી રહી હતી. કેક કટીંગ થઈ ગઈ. બધા ફેન્ડ ગ્રૂપે ડીનર પણ લઈ લીધું. મ્યુઝિક સ્ટાટ કરી ડાન્સ શરૂ થયો. નિરજ પોતાના રૂમમાં જતો રહ્યો. આ વાત વંદનાને ન સમજાય. તે તેની પાછળ રૂમમાં ગઈ, 'નિરજ શું કરે છે ? તું કાવ્યાને પ્રપોઝ કરવાનો હતો તો ચાલ અત્યારે બેસ્ટ ટાઇમ છે.'

આંખોમાં પાણી સાથે નિરજ બોલ્યો, 'ના. હવે પ્રપોઝ નહીં કરું, કાવ્યા મારા સપના મુજબની છોકરી નથી.' એકી શ્વાસે બોલી ગયો.

'તારા સપનાની એટલે ?'

'એટલે કે સી ઇઝ બ્લેક.'

'વોટ?'

'હા, વંદના કાવ્યાને મેં પ્રેમ કર્યો હતો. એ સ્વભાવની પણ સારી છે. લાગે પણ સુંદર છે, પરંતુ મારી સપનાની કાવ્યા ખૂબ સુંદર, ગોરી હતી. તે આ કાવ્યા નથી.'

આ સાંભળી વંદના અવાક બની ગઈ. તેને તેના મિત્ર પર ગુસ્સો કરવો કે દયા ખાવી એ જ ન સમજી શકી. બહાર ઊભી કાવ્યા આ વાત સાંભળી ગઈ અને પોતાના નસીબ ઉપર તિરસ્કાર કરતી આંખોમાં આંસુ સાથે બહાર નીકળી ગઈ.

કાવ્યા આ આઘાત સહી શકી નહીંને ગુસ્સામાં કાયમ માટે શહેર છોડીને ઘણી દૂર જતી રહી. સમય સમયનું કામ કરતા આ વાતને લગભગ અઢી વર્ષ પસાર થઈ ગયા. બીજી તરફ નિરજ કાવ્યાથી અલગ થઈ અંદરથી ભાંગી ગયો હતો. મનોમન કાવ્યા વગર અધૂરો સમજતો રહ્યો, પોતે જીંદગીમાં ઘણી મોટી ભૂલ કરી છે એ વાતનો એહસાસ થતાં વંદના પાસે કાવ્યાનું નવું એડ્રેસ લઈ, માફી માંગી પોતાની લાઇફમાં ફરી લઈ આવવા ઝડપથી ઉપડ્યો. વંદના સાથે પણ કાવ્યાએ સંબંધો કાપી નાંખ્યા હતાં માટે હાલમાં કાવ્યા ક્યાં છે શું કરે છે તેની માહિતી ન મળી. 

નિરજ કાવ્યાનું નવું ઘર શોધતાં વંદનાએ આપેલ એડ્રેસ ઉપર પહોંચ્યો. ઘરતો બંધ હતું પરંતુ ત્યાંથી કાવ્યા હાલમાં જ્યાં રહેતી હતી તેનું એડ્રેસ મળતા ખુબ જ આનંદમાં પોતાની મંઝિલને શોધતા શોધતા કાવ્યાના ઘરે પહોંચ્યો. ઘરનું વાતાવરણ જોતા તેના પગ ઘરની બારી પાસે જ જડાઈ ગયા.

કાવ્યા તેના પતિ સાથે ઘણી જ આનંદિત દેખાઈ. આજે બંનેની એનિવર્સરી હતી. પતિ કાવ્યાનાં માથામાં ગજરો પહેરવાતા ગણગણતો હતો..”તારી આંખનો અફીણી.. તારા બોલનો બંધાણી.. હું એકલો.."

કાવ્યા શરમાતા પતિની બાહોમાં સમાઈ ગઈ. આ વાતાવરણ જોઈ આંખોમાં પાણી સાથે પોતે ઘણો મોડો પડ્યો અને પોતાની ભૂલ ઉપર તિરસ્કાર કરતાં બોલ્યો, 'હા, કાવ્યા તારી આંખનો અફીણી એ એકલો જ....'


Rate this content
Log in