Priti Bhatt

Romance

3  

Priti Bhatt

Romance

મનડાંની પ્રીત

મનડાંની પ્રીત

3 mins
7.3K


પિતાની પસંદગી સાથે આશિકાએ પ્રભુતામાં પગલા પાડી નવજીવનની શરુઆત શું કરી, પ્રણવના જીવનનાં તમામ રંગો ઉડી ગયા. કુદરતે પણ તેની દ્રષ્ટિ છીનવીને એની એકલતામાં અંધારા પૂર્યા. પરંપરાની વેદીએ પ્રેમી પંખીડાઓની બલી ચઢી ગઈ.

નવા જીવનની શરુઆત આશિકાએ કરી.શરુ શરુમાં પ્રણવને અને તેના પ્રેમને ભુલવું અઘરુ બન્યું કિંન્તુ પથિકનો ભોળો સ્વભાવ અને સાચા દિલથી પત્ની પાછળનો લગાવ જોઈ કયારે પથિકની બની ગઈ તે ખ્યાલજ ના આવ્યો. આશિકાના જીવનમાં હવે પથિક સિવાય કોઈની યાદો ન હતી. બંનેનું દાંપત્યજીવન ખૂબજ આનંદમાં પસાર થવા લાગ્યું. એ પ્રણવને ભૂલવા લાગી.

વિધિનાં વિધાને કરવટ બદલી. પથિક અને પ્રણવ રસ્તામાં અથડાતાં પ્રણવનું પાકિટ નીચે પડયું. પાકિટમાં ફોટો જોઈ પથિક વિસ્મય પામતાં ચક્ક્રર ખાય ગયો થોડીવાર સુધી ધારી ધારીને ફોટો જોયા બાદ મનોમન નક્કી કરી શક્યો. આ મારી આશિકાનો જ ફોટો છે. સચ્ચાઇ જાણવા પાકિટ પરત કરતાં બોલ્યો, 'તમારી પત્ની ખૂબ સુંદર છે.' પ્રણવ હવામાં પાકિટ લેવા હાથ હલાવતા એ મારો પ્રથમ અને અંતિમ પ્રેમ છે.એટલું જ બોલી શક્યો. આ વાકયએ પથિકના મનોમનને પળવારમાં વલોવી નાખ્યું. અને સ્વતજ મનોમન ગણગણ્યો, ‘શું હું ખરેખર નસીબવાન છું?’

ત્યારબાદ બેય ખાસ મિત્રો બની ગયા. એક દિવસ પથિક પ્રણવને ઘરે લઈ આવ્યો. દરવાજા પર પથિક સાથે પ્રણવને જોઈ આશિકા પાંચ વર્ષ પાછળ ચાલી ગઈ. મહામહેનતે ભુતકાળને ખાળી દીધેલ ફરી જીવંત બની ગયો. પથિક કંઈ જાણતો જ ન હોય તેમ આશિકાને પોતાના નવા મિત્રની ઓળખાણ કરાવતા બોલ્યો, “આ પ્રણવ બજાજ છે. નજીકની સરસ્વતી વિદ્યાલયમાં સંગીતના શિક્ષક છે. આ મારી પત્ની આશિકા પથિક દવે. આ સાંભળતા જ પ્રણવના હાથમાંથી લાકડી છૂટી ગઈ. પ્રણવની હાલત જોઈ આશિકાની આંખ ભરા ગઈ પરંતુ કળેવળે આંશુને પાપણે જ રોકી રાખ્યા. ત્રણે એકબીજાથી પરિચિત થઈ ગયા હતા છતાં અજાણ હોવાનો અભિનય કરતા રહ્યાં. રાત્રીનાં ભોજન બાદ પ્રણવે ઘરે નિકળવા રજા માંગી પરંતુ પથિકે એક સુંદર ગીતની ફરમાયિસ કરી ઘણા આગ્રહ બાદ પ્રણવે ગીતની ધુન છેડી.

"તારી આંખનો અફીણી તારા બોલ નો બંધાણી.. તારા રૂપની પુનમનો પાગલ એલો..."

આ આશિકાનું ફેવરેટ ગીત હતું. ગીતના બોલ સાંભળતા જ આશિકા પોતાના આંશુ રોકીના કી અને પોતાના રૂમનો દરવાજો બંધ કરી ચોધાર આંશુ વરસાવા લાગી. પ્રણવ પથિક પાસે ઘરે જવાની રજ લઈ પોતાના ભુતકાળને મનોમન વાગોળતો નીકળી ગયો.

રાત્રે આશિકાએ પથિકને પોતાના ભુતકાળની બધીજ વાતો કહી અને પગે પડીને માફી માંગતા કહ્યું, “હું, હવે તમારી જ છું તમારી જ છું..” બોલતા બેભાન થઈ ગઈ. ભાનમાં આવતા પથિકને પાસે હાથ પકડીને બેઠેલો જોઈ ભેટીને રડવા લાગી. પથિક પ્રેમથી હાથ ફેરવતા બોલવા લાગ્યો. “ગાંડી હવે બસ કર, ભુતકાળ માટે આટલા આંસુઓ ન પડાય. હું જાણું છું તું મારી છે, તારા પ્રેમ પર વિશ્વાસ છે. જાણે દિલનો બધો બોજ હલકો થઈ ગયો હોય તેમ પથિકની બાહોમાં આશિકા ઉંઘી ગઈ.

પથિક અને પ્રણવ ખાસ મિત્ર બની ગયા.પણ.. કાળચક્રને દોસ્તી મંજૂર ન હતી.

હું મૃત્યુ બાદ પણ તને જોવા ઈચ્છુ છું. વચન આપ કે મારા મિત્રને મારી આંખોનું દાન કરીશ.હોસ્પિટલના બિછાને ગોઝારા અકસ્માતના કારણે અંતિમ શ્વાસ લેતા પથિકે વાત છેડી, “હું તારા વગર નહીં જીવી શકું પથિક.

જાણું છું, તારે કોઈકની સાથે ઋણાનુંબંધને પૂર્ણ કરવા જીવવું પડશે.પથિક વચન લઈ કાયમ માટે ચાલ્યો ગયો. આશિકા એક જીવતી લાશ બનીને રહી ગઈ.

આશિકાના પિતાને બધી વાતની જાણ થતાં વર્ષો પહેલાની ભુલ સુધારવાનો મોકો પ્રભુએ આપ્યો માનીને જમાઇની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા તૈયાર થયા. પથિકની આંખો પ્રણવના શરીરમાં ધબકશે તો એના સહારે આશિકાનાં જીવનમાં ભાતીગળ રંગો જોવા મળશે અને બાળકની ખોટ પણ પૂરાશે.’ એ વિચારે આશિકાને પતિની અંતિમ ઈચ્છા માટે તૈયાર થવા જણાવ્યું.

પ્રણવ પથિકની આંખોથી ફરી પોતાના પ્રથમ પ્રેમને જોવા આવ્યો. પ્રણવની માસૂકા અને પથિકની વાગ્દ્તા એક નિર્ણય લેવા મજબૂર બની અને રૂમનો દરવાજો બંધ કર્યો.


Rate this content
Log in

Similar gujarati story from Romance