Priti Bhatt

Children Inspirational Others

3  

Priti Bhatt

Children Inspirational Others

અભિમાની હંસ

અભિમાની હંસ

4 mins
12.4K


શહેરથી થોડે દૂર એક સુંદર રમીણય મોટું તળાવ હતું. જેની ફરતે વૃક્ષોની હારમાળા હતી, જેના ઉપર રંગબેરંગી પક્ષીઓનાં માળા બનેલાં હતાં. તળાવમાં થોડા બતક નાની મોટી રંગીન માછલીઓ, કાચબાઓ, અને એક હંસ રહેતો હતો.

તળાવની આસપાસનું વાતાવરણ સેહલાણીઓ માટે રજાઓ પસાર કરવા માટે આકર્ષણનું અને મનપસંદ સ્થળ હતું. શનિ-રવિની રજાઓ હોય કે તહેવારોની રજા કે ઉનાળુ વેકેશન, તળાવકિનારે બાળકો અને લોકોની ભીંડ જામેલી રહેતી. તળાવમાં રંગીન માછલીઓ, બતક તેમજ કાચબાની જુગલબંધી સારી રહેતી. તળાવનું પાણી એકદમ શાંત અને સ્વચ્છ હોવાથી અંદર ફરતી માછલીઓને કિનારે બેઠાં બેઠાં પણ નિહાળી શકાતી. તળાવમાં કમળ, તુલિપ, તેમજ બીજી વનસ્પતિઓ ઊગી હતી જેથી તળાવની શોભા ઓર અનેરી લાગતી.

શનિ રવિની રજાઓ હોય ત્યારે બાળકોની ભીંડ કિનારે લાગેલી જોઈ બતકો માછલીઓ કાચબાઓ પણ ગેલમાં આવી જતાં. બાળકો ઉજાણી માટે લાવેલા નાસ્તામાંથી મમરા, પાઉંના ટુકડા, બિસ્કિટના ટુકડાઓ તળાળમાં નાંખતા અને એ ખાવા માટે ઝડપથી બતકો દોડાદોડી તળાવમાં કરવા લાગતા સાથે માછલીઓ પણ પાણીની ઉપરની સપાટીએ ખાવા માટે ડોકાવા માંડતી; આ જોઈ બાળકો ચીંસમ ચીંસ કરવાં લાગતા અને બતકોને પાસે બોલવા વધુને વધુ ખાવાનું નાંખતા. બાળકોને બતકો અને માછલીઓની કુદમ કુદ જોવાની મજા પડતી. અને આ રીતે બાળકોને ખુશ થતાં જોઈ બતક, માછલી, કાચબા પણ ખુશ થતાં. અમુક વાર રંગીન પક્ષીઓ પણ તળાવની ધારે બેસતાં તો કોઈક વાર બતકની પીઠ ઉપર પણ બેસી જતાં. આ આખી રમત અમુક લોકો કેમેરામાં કંડારી લેતા.

તળાવના બીજે છેડે દૂર એક એકલો હંસ બેસીને આ બધું જોયા કરતો. એ સ્વભાવે ચીડિયો અને અભિમાની હતો. તેને પોતાના રૂપનું ખૂબ અભિમાન હતું. એ મનોમન વિચારતો આ બધાં લોકો મને જોવા આવે છે. આ તળાવની સાચી શોભા તો હું છું. મારા જેટલું રૂપવાન અને સુંદર કોઈ પક્ષી નથી. આ બતક અને માછલીઓ તો અમથી અમથી જ લોકોના ફેંકેલા ખાધેલા ખોરાકને ખાવા માટે કૂદકા મારિયા કરે. હું એ લોકો જેવો નથી કે કોઈનું ફેકલું ખાઉં. કાળા ધોળા ટપકા વાળા બતકોને જોઈ મનમાં પોતે કેટલો સુંદર લાગે છે એમ વિચારી હંસ કાયમ એકલો જ અભિમાનથી તળાવમાં બીજે છેડે ફરિયા કરતો. બાળકો હંસ તરફ કંઈક ખાવનું નાખતાં તો તે ડોક વાંકી કરી દૂર જતો રહેતો. આ જોઈ બાળકો ચીંડાયને ઘણી વાર તેના તરફ રેતીના નાનાં નાનાં પથ્થરો ફેંકતાં, જેથી કોઈક વાર તેની પાંખો માંથી લોહી પણ નીકળતું.

કાચબો ઘણી વાર હંસને સમજાવતો કે, 'હંસભાઈ તમે પણ અમારા બધાની સાથે કિનારે ફરો અને આ નાના જે બાળકો આવે એની સાથે માજા કરો પાઉંના ટુકડા કે મમરા ખાઓ ખૂબ મજા આવશે. તમારે આમ પથ્થરો પછી નઈ ખાવા પડે.' પણ હંસ અભિમાનમાં ને અભિમાનમાં કચબાનું અપમાન કરી બોલતો, 'તું ફેકલું ખાયાં કર મારે તારી સલાહની જરૂર નથી', કહીં મોં ફેરવી જતો રહેતો.

એક સાંજે તળાવમાં ફરતા ફરતા હંસ તુલિપના ફૂલોની પતલી ડાળખીઓમાં ફસાઈ ગયો. તેના લાંબા પગ વેલીઓના પાંદડા અને શાખામાં બંધાય ગયા. જેમ એ છૂટવાની કોશિષ કરતો તેટલો વધુ જકળાતો ગયો. થોડી વારમાં ફરતા ફરતા ત્યાં બતકોનું ટોળું આવ્યું અને ખૂબ પ્રેમથી પૂછ્યું, "શું થયું હંસભાઈ; કોઈ મુશ્કેલી હોઈતો કહો અમે મદદ કરિયે." હંસ થોડીવાર સુધી કંઈ ના બોલ્યો, આ જોઈ બતકો પરત ફરી રહ્યા હતાં. હંસને છૂટવાનો કોઈ રસ્તો ના સુઝિયો એટલે બતકોને ફરી બોલાવી પોતાની પરિસ્થિતિ કહીં. થોડીવારમાં બતકોએ માછલીઓને ભેગી કરી હંસની હાલત જણાવી. માછલીઓ અને કાચબાઓ ભેગા થઈ પાણીમાં અંદર જઈ હંસના પગમાં જેટલી ડાળખીઓ અને રેસાઓ વીંટળાઈ હતી તે બધી જ પોતાના દાંત વડે કાતરી નાંખી જેથી હંસના પગ છૂટા થઈ ગયા.

હંસ પોતાને મુશ્કેલીમાંથી મુક્ત થયેલો જોઈને હાશકારો અનુભવતો આનંદમાં આવ્યો પરંતુ હજી તેને તેનું અભિમાન અકળાઈ છોડવા દેતું ન હતું. મનમાં બતક, માછલી અને કાચબાને મારી કોઈ ગરજ હશે એમ વિચારી અકળાઈને બોલ્યો, "તમને લોકોને મેં તો કદી કોઈ મદદ કરી નથી તો પણ તમે બધાએ મને કેમ મદદ કરી ? જલ્દી બોલો તમને મારી પાસેથી શું જોઈ છે ?" બતકોમાંથી એક વૃદ્ધ બતક બોલ્યું, "હંસભાઈ તમે તો આ તળાવની શોભા છો તમને જોવા તો લોકો આવે છે અને તમારે કારણે જ બાળકો અમને ખાવનું નાખે છે અને અમને ખાવાનું મળે છે. તમે ના હોઉં તો અહીં કોણ આવનું ? એટલે તમે તો અમારા બધાના સર્વોપરી છો તમારી મદદ કરવી અમારી ફરજ છે."

આવા વિનમ્ર શબ્દો સાંભળતાં જ હંસનું બધું જ અભિમાન ઓગળી ગયું, અને પોતાની ભૂલ સમજાઈ ગઈ. અને પોતાની મુશ્કેલીની ઘડીમાં આલોકે મને મદદ કરી અને ઉપરથી મારા જ વખાણ કર્યા ! અને જો આ બધાં મને મદદ ન કરતે તો કદાચ મારે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતે અને આખી રાત આમ જ છટપટાવવું પડતે. વાસ્તવમાં તો બાળકોતો મને પથ્થર જ મારે છે એ બધાં મને નહીં પરંતુ માછલી બતક કાચબાં અને આ રંગીન પક્ષીઓને જોવા આવે છે. છતાં આ બધાંએ મને તેનો યશ આપ્યો ! હું સાચે જ બધાં સાથે ખોટું વર્તન કરી રહ્યો હતો હવે મારે આ લોકો સાથે આવું ન કરવું જોઈએ એમ વિચારી બધાંની હંસભાઈએ દિલથી માફી માંગી અને મદદ કરવા બદલ સર્વનો આભર માન્યો.

આ સાંભળતાં જ બતકો, કાચબાભાઈ, માછલીઓ અને રંગીન પક્ષીઓ આનંદમાં હંસભાઈની ફરતે ગોળ ગોળ કૂદમ કૂદ કરી ગેલ કરવાં લાગ્યાં.

હવેથી બતકો, માછલીઓ, કચબાઓ, સાથે હંસ પણ તળાવની મધ્યમાં બધાની સંગાથે ફરવા લાગ્યો, બાળકો આપે તે પ્રેમથી ખાવા લાગ્યો. આ જોઈ બાળકો પણ આનંદમાં આવી જતાં. બાળકોને આનંદમાં કૂદતા જોઈ પોતે કેટલો ખોટો હતો એમ વિચારતો; હવે આવું કદી નહીં કરીશ મનમાં જ ધારીને બધાં સાથે જ ફરતો અને રંગીન પક્ષીઓ સાથે પણ દોસ્તી થઈ જતાં તેઓ હંસની પીઠે પણ બેસી મજા કરતાં, આ જોઈ સેહલાણીઓ અને બાળકોને ખૂબ જ આનંદ આવતો. હવે આ રમીણય તળાવની શોભા સાચાં અર્થમાં જોવા જેવી બની ગઈ.

બોધ: 'કદી પોતાના રૂપનું અભિમાન કરી કોઈને નીચા સમજવા નહીં. બધાની સાથે રહેવામાં જ સાચી સુંદરતા રહેલી છે.'


Rate this content
Log in

Similar gujarati story from Children