Priti Bhatt

Inspirational Others

3.4  

Priti Bhatt

Inspirational Others

પ્રેમની જ્યોતિ…

પ્રેમની જ્યોતિ…

6 mins
21.6K


આનંદિતા નાનપણથી જ નામ જેવી જ આનંદમાં રહેનારી, દેખાવે પણ એટલી જ સુંદર અને તેમાં પણ તેની આંખો ખૂબ જ આકર્ષક હતી. આનંદિતા બધાની જ લાડકી હતી. લાડકી હોવાને કારણે પોતાની જ મસ્તીમાં જીવન જીવતી. કદી કોઈની કોઈ રોકટોક હતી નહીં, કદી કોઈથી ડરતી પણ નહીં; પરંતુ જન્મથી એ ફક્ત અંધારાથી ડરતી. જરા પણ પાવર જાઈ તો મમ્મીનો હાથ પકડી રડવા લાગતી. ઘરના સર્વ સભ્યો તેને સમજાવતાં કે અંધારું થાય તો ડરવાનું નહિ અમે બધા સાથે જ છીએ. મમ્મી પપ્પા ભાઈ બધા જ, અંધારાનો ડર દૂર કરવાના બનતા પ્રયત્ન કરતા પરંતુ બધા જ નિષ્ફળ ગયા. ડોક્ટરો પણ આનંદિતાનો આ ડર દૂર કરી શક્યા નહિં.

સમય સમયનું કામ કરતો ગયો. આનંદિતા પંદર વર્ષની હશેને તેની વાહલસોઈ મમ્મીનું અચાનક હાર્ટએટેકના હુમલાથી મૃત્યુ થયું. હવે આનંદિતાનો સ્વભાવ બદલાવા લાગ્યો. પપ્પા ભાઈ કાકા કાકી બધા જ પ્રેમ કરતા હતા છતાં માતા વગર પોતાને નિઃસહાય સમજવા લાગી. અધારું થાય એટલે એક મનમાં ડર સરવળવા લાગતો, જેથી સમય જતા પહેલા કરતા પણ વધુ ડરવા લાગી હતી. રાત્રીમાં પાવર જાય તો પપ્પા ભાઈ બંને તેની પાસે હાથ પકડી બેસી રહેતા. આમ ને આમ આનંદીતા મોટી થતી ગઈ.

ભાઈ મોટો હતો, તેના લગ્ન થયાં ભાભી ઘરમાં આવી. ભાભી પણ નણંદના આ ડરથી વાકેફ હતી માટે પોતાની રીતે તેનેે સંભાળતી અને સમજાવતી પરંતુ ભાભી પણ આ ડર દૂર કરવામાં તો નિષ્ફળ જ રહ્યાં.

આનંદિતાનો કોલેજ અભ્યાસ પૂર્ણ થયો. થોડા સમય બાદ પિતા-ભાઈ ધ્વારા પોતાની જ્ઞાતિનો છોકરો જોઈ લગ્ન માટે વાત મુકવામાં આવી. એક બીજા પરિવાર સાથે વાતચીતનો દોર શરૂ થયો છોકરો આનંદિતાના રૂપ અને તેમાં પણ તેની ભૂરી આંખોનો પહેલી નજરે જ દિવાનો થઈ ગયો. છોકરા સાથે આનંદિતાની મુલાકાત ઘરે ગોઠવામાં આવી બંનેને વાતચીત કરવા માટે રૂમમાં મોકલાવાયા. થોડી ઔપચારિક વાતચિત થઈ કે ત્યાં જ પાવર ગયો. સાંજ પડી ગઈ હતી, અને બારી બંધ હોવાથી રૂમમાં અંધારૂ છવાઈ ગયું માટે આનંદિતા મોટેથી બૂમ પાડી ઉઠી અને રડવા લાગી. ભાભી દોડીને રૂમમાં પોહચીં ગઈ. આનંદિતા ભાભીને ભેટી રડતી રહી. આ બધું જોઈ છોકરો ચોકી ગયો અને આનંદિતાના આવા વલણથી નારાજ થઈ ગયો તેના માતાપિતા સાથે કોઈ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી જતો રહ્યોં. થોડાં સમય બાદ એ પરિવારમાંથી લગ્ન માટે ના આવી ગઈ અને ધીમે ધીમે જ્ઞાતિમાં આનંદિતાના અંધકાર માટેના ડરની વાત ફેલાઈ ગઈ જેથી ઘણી જગ્યાએથી લગ્ન માટે ના આવવા લાગી. આમને આમ વર્ષ પસાર થઈ ગયું. પાડોશમાં રહેતા નિવેદિતાબહેનનો ભત્રીજો અમદાવાદથી પોતાની એમબીબીએસની ઈન્ટેનશીપ માટે છ માસ માટે રહેવા આવ્યો. નામ શોભિત હતું, નામ જેવા જ ગુણ પણ હતા.

શોભિતે પ્રથમ વાર આનંદિતાને જોઈ તેવી જ પહેલી નજરનો પ્રેમ કરી બેઠો. તેમાં પણ તેની ભૂરી આંખોમાં ખોવાઈ જવા તત્પર બની ગયો, પરંતુ નામ મુજબ ગુણ હોવાથી કોઈને કંઈ કહ્યું નહિં. પાડોશમાં રહેતા હોવાથી અવનાવર એક બીજાના ઘરે જવા આવવાથી શોભિત અને આનંદિતા વચ્ચે પણ દોસ્તી થઈ ગઈ. સમય પસાર થવા લાગ્યો. એક દિવસ નિવેદિતાબેને શોભિતને આનંદિતાના અંધારા અંગેના ડરની વાત કહી; એ કારણે લગ્ન નથી થતા જણાવ્યું. પહેલા તો શોભિત ડોકટર હોવાથી આ બાળસહજ ડર ઉપર હસ્યો ત્યાર બાદ ફોઈને આનંદિતા ગમી ગઈ છે અને લગ્ન કરવા માંગે છે એમ જણાવ્યું. પ્રથમ તો નિવેદિતાબેન તૈયાર ન થયા પછી ભત્રીજાની જીદ સામે હારી બંને પરિવારો સમક્ષ લગ્નની વાત મૂકી. શોભિત બધી જ રીતે સુસંસ્કારી હતો માટે આનંદિતાના પરિવારને કોઈ તકલીફ હતી નહિ. બંને પરિવારની મંજૂરીથી આનંદિતા-શોભિતના લગ્ન થઈ ગયાં.

લગ્ન બાદ શોભિત આનંદિતાની ખૂબ કાળજી રાખતો. શોભિતના માતા પિતા પણ આનંદિતાને દીકરીની જેમ જ રાખતા હતાં. જરા પણ અંધારામાં આનંદિતા એકલી ન પડે તેની બધા જ કાળજી રાખતાં. રાત્રે જો પાવર જાઈ તો ઓટો ઇનવટર ચાલુ થઈ જતું. જો કોઈ કારણ સર ઇનવટરમાં તકલીફ પડે ત્યારે આનંદિતાને ખૂબ પ્રેમથી પોતાની પાસે વળગારી રાખતો. બંનેનું જીવન ખૂબ જ પ્રેમથી પસાર થઈ રહ્યું હતું. આનંદિતા-શોભિતના પ્રેમની નિશાની રૂપ તેમના ઘરે દીકરીનો જન્મ થયો, આખો પરિવાર ખૂબ જ આનંદિત હતો. દીકરી બિલકુલ આનંદિતા જેવી જ લાગતી હતી આંખો પણ એવી જ ભૂરી. થોડો સમય પસાર થયા બાદ શોભિતને દીકરીની આંખો અંગે શંકા ગઈ અને પોતાની હોસ્પિટલમાં તપાસ કરાવી તો આંખોની રેટિના ઉપર સોજો હતો માટે જોઈ શકતી ન હતી. આ વાત સાંભળતાં જ આખા પરિવાર ઉપર દુઃખની વીજળી તૂટી પડી. આખો પરિવાર દુઃખી થઈ ગયો. તેમાંય આનંદિતાના આશું રોકાતા જ ન હતા. શોભિત પણ તૂટી ગયો હતો પરંતુ બધાને હિંમત આપી રહ્યો હતો.

દીકરી 5 વર્ષની થઈ. દીકરીનું અંધપણું આનંદિતાને ગુગડાવી રહ્યું હતું. શોભિતે ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતા દિલ્હીમાં એક આઈ સ્પેશિયાલિસ્ટનો કોનેક્ટ કર્યો અને સહપરિવાર દીકરીને લઈને બતાવા ગયા. ડોકટરે તપાસ કરતા કહું જો દીકરીની આંખોને મળતા રેટીના વાળી વ્યક્તિ આંખો ડોનેટ કરે તો દીકરીને દ્રષ્ટિ મળી શકે તેમ છે. આ વાત સાંભળતા બધાના ચહેરા ખીલી ઉઠ્યા. હવે દીકરીની આંખો સાથે મેચ કરતી આંખોની તપાસ શરૂ થઈ. એક બોમ્બેની આઈ હોસ્પિટલમાંથી મેચ થતાં દીકરીની ઓપરેશન કરવામાં આવ્યું પરંતુ દીકરીની આંખો રેટિના સ્વીકારી શકી નહીં જેથી દ્રષ્ટિ મળી નહીં. ઓપરેશન નિષ્ફળ રહેતા ફરી આખો પરિવાર દુઃખી થઈ ગયો.

આનંદિતાનું મનમસ્તિક દીકરીના અંધાપાથી વ્યાકુળ થઈ ચિરાઈ રહ્યું હતું. પોતે દસ મિનિટનું અંધારું સહી શક્તિ નથી તેની સામે તેની વ્હાલસોઈ દીકરીએ તો જન્મી ત્યારથી દુનિયા જોઈ જ ન હતી તો તેની અકળામણ પોતે બાખૂબી અનુભવી રહી હતી.

આખી રાત વિચારોમાં ને વિચારોમાં પસાર કર્યા બાદ એક નિર્ણય કર્યો; અને દિલ્હીના સ્પેશ્યાલિસ્ટ ડોકટર પાસે એપોઇન્ટમેન્ટ લઈ ફરી આખો પરિવાર હોસ્પિટલ પોહચ્યો. આનંદિતાએ ઘરમાં કોઈને પોતાનો નિર્ણય કહ્યો ન હતો. ડોકટર સાથે વાતચીત કરી ઓપરેશનની તૈયારી શરૂ કરાવાય. આખો પરિવાર આનંદિતા શું કરી રહી છે તે જ સમજી શક્યો નહી. ઓપરેશેન થિયેટરમાં જતા પહેલા આનંદિતાએ પોતાનો નિર્ણય શોભિત અને પરિવારને જણાવ્યો. આ સાંભળતા શોભિત અને પરિવાર સ્તબ્ધ થઈ ગયા. કંઈક આનંદિતાને, શોભિત કહે કે સમજાવે તે પહેલા ઓપરેશેન થિએટરમાં જતી રહી. આખો પરિવાર અને સૌથી વધુ શોભિત ચિંતામાં ઘરકાવ થઈ ગયો. બે કલાક બાદ બને ને રૂમમાં લઈ જવામાં આવ્યા. આનંદિતા ભાનમાં આવ્યા બાદ આંખો ઉપર પટ્ટી બાંધી હતી કઈ પણ જોઈ શકતી નોહતી સતત આંખો ઉપર ભાર અને અંધકાર છવાઈ ગયો.

આનંદિતાનું દિલ ખૂબ જ ઝડપથી ધબકી રહ્યું હતું. સતત અંધકારના ગભરાટથી મન મગજ અકળાતું હતું તે એક શબ્દ પણ બોલી શકી નહીં તેની આ હાલત શોભિત સમજી રહ્યો હતો. આનંદિતાનો હાથ મજબૂત પકડી એકધારો અશ્રુધારા વહાવી રહ્યો હતો. દસ દિવસ બાદ આનંદિતા અને તેની દીકરી બંન્નેની આંખો ઉપરથી પટ્ટી ખોલવામાં આવી. આનંદિતાની પટ્ટી ખૂલે કે ના ખૂલે કોઈ ફરક પડવાનો ન હતો ફરક ફક્ત દીકરીની આંખો ઉપર જોવાનો હતો. દીકરીની આંખોની પટ્ટી ખૂલી ગઈ ધીમે ધીમે આંખો ખોલતા દ્રષ્ટિ મળતા તેણે પહેલી વાર તેના પિતા દાદા દાદી માતાને જોયા. મમ્મીને સામેની ખુરશીમાં બેઠેલી જોઈ દીકરી બૂમ પાડી ઉઠી મમ્મી મને બધું જ દેખાઈ છે. કહી બેડ ઉપરથી ઉઠી સીધી મમ્મીને ભેટી પડી. આનંદિતાનો આનંદ અને દિલનો ડર બંને એક સાથે આંખોમાંથી વહી રહ્યો હતો. દિકરીની આંખોથી હવે દુનિયા જોવા માટે આનંદિતા મક્કમ થઈ ગઈ હતી.

શોભિત અને પરિવાર વર્ષો પહેલાની આનંદિતા અને માતૃત્વથી છલકાતી નવી આનંદિતને જોઈ આશ્ચર્ય પામી ગયા. અને શોભિત દીકરી અને માતાના અતૂટ પ્રેમને વરસતો જોઈ ચોધાર આશુંએ રડી પડ્યો.

આનંદિતાનો ડર કોઈ ન કાઢી શકયુ તે એક પળમાં માતૃત્વએ દૂર કરી દીધો. આખી હોસ્પિટલ ઔવલોકીક આનંદ અને દર્દના મિલન ને જોઈ હર્ષાશુમાં ડૂબી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational