અનોખું બંધન
અનોખું બંધન
અનમોલ અને ખુશીનો પ્રેમ ગુલાબનાં ફૂલની જેમ તરોતાજા હોય.
નાની નાની વાતમાં એકબીજાની કાળજી રાખતાં. જો ખુશી સોળ સોમવારનું વ્રત કરે અથવા સામા પાંચમનો ઉપવાસ કરે તો અનમોલ પણ ઉપવાસ કરે.. ખુશીને ખુશ રાખવા અનમોલ અવારનવાર સરપ્રાઈઝ આપતો હતો.
સામે ખુશી પણ અનમોલ માટે એટલું જ કરતી હતી.. જો અનમોલને મીટીંગ હોય અને મોડો આવે તો ખુશી ભૂખ લાગી હોય તોય જમ્યા વગર બેસી રહે પણ અનમોલ સાથે જ ભોજન ગ્રહણ કરે.
આમ એકમેકનો પ્રેમ કોનો વધુ છે એ જતાવવાની જાણે રીતસર હોડ લાગી હોય.
અનમોલ અને ખુશીનો પ્રેમ એટલે જાણે ગુલાબનાં ફૂલની સુગંધ જેવો જ તરોતાજા હોય.
લગ્ન જીવન ને સાત વર્ષ થયાં પણ એકમેકની પસંદ નાપસંદ સ્વીકારીને એકબીજાને ખુશ રાખવા અથાગ પ્રયત્નો કરતાં બંને જિંદગી જીવતાં હતાં.
