mariyam dhupli

Abstract Inspirational

4.5  

mariyam dhupli

Abstract Inspirational

અણધાર્યું

અણધાર્યું

2 mins
394


" જીવન ઘણું અણધાર્યું છે. એક ક્ષણમાં ખબર નહીં શું ઘટી જાય ? "

રેડિયોમાં ગૂંજેલો પ્રશ્ન મનમાં ગૂંજી ઉઠ્યો.

લોટ બાંધી રહેલા હાથ અટકી પડ્યા. શાંત ચહેરા ઉપર એકાએક ચિંતા અને તાણ ઘેરાઈ આવ્યા. આંખો શૂન્યાવકાશમાં ખોવાઈ ગઈ. હૈયું અત્યંત ઝડપે ધડકવા લાગ્યું. નજર સામે એક પછી એક દ્રશ્ય ઊભા થતા ચાલ્યા. 

આઠ વર્ષનો દીકરો અભિષેક રસ્તો ઓળંગતા પૂર ઝડપે ભાગી રહેલી ગાડી નીચે ......

ઓફિસમાં કામ કરતા પતિને અચાનક હૃદયરોગનો હુમલો ....

રાત્રે નોકરી પરથી ઘરે પરત ફરી રહેલી દીકરી ઉપર ગેંગ રેપ ....

ધરતીકંપના આંચકા જોડે આખી ઇમારત જમીનની અંદર ....

જાતે કોવીડ મહામારીથી સંક્રમિત આઈ સી યુ ની પથારી ઉપર ઓક્સિજન માસ્ક પાછળ એક એક શ્વાસ માટે લડત લડતા આખરે .......

બંને આંખો એણે જોરથી મીંચી દીધી. બ્લડ પ્રેશર ચરમસીમાએ પહોંચ્યું. 

એજ ઘડીએ અંતરના ઊંડાણમાંથી ટોક લાગી.

એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ !

મગજમાં ચાલી રહેલી સીડી રિવાઇન્ડ થઈ ગઈ.

ફરીથી રેડિયોમાંથી સંભળાયેલો પ્રશ્ન અંતરજગતમાં પુનરાવર્તિત થયો.

" જીવન ઘણું અણધાર્યું છે. એક ક્ષણમાં ખબર નહીં શું ઘટી જાય ? "

આ વખતે પ્રશ્નના પ્રતિઉત્તરમાં મનોપટ ઉપર નવા દ્રશ્યો ઉપસી આવ્યા !

આઠ વર્ષનો દીકરો અભિષેક એની મેરેથોન સ્પર્ધા જીતી ગયો.......

ઓફિસમાં વર્ષોની મહેનતને અંતે પતિનું પ્રમોશન થઈ ગયું ......

દીકરીએ પોતાના પરસેવે આખરે પોતાનું ડ્રિમ ફ્લેટ ખરીદી લીધું ....

સોસાયટીમાં શરૂ થયેલી વૃક્ષ વાવવાની ઝુંબેશની પહેલથી પ્રેરાઈ શહેરના અન્ય ઘણા વિસ્તારોમાં વૃક્ષારોપણના ઠેર ઠેર કાર્યક્રમોની ઉજવણી.....

આખરે કોવીડ મહામારીની રસીકરણના પ્રયોગ સફળ....

મીંચાયેલી આંખો ઉઘડી ગઈ. એક મોટો રાહતનો દમ. બ્લડ પ્રેશર સામાન્ય. લોટ બાંધી રહેલા હાથમાં ફરી ઉત્સાહ અને ઉમંગ. હળવુંફૂલ મન રેડિયો પર ગૂંજી રહેલું ગીત સાથે સાથે ગણગણવા માંડ્યું

' યે હોંસલા કેસે ઝૂકે,

 યે આરઝૂ કેસે રુકે ....'


Rate this content
Log in

Similar gujarati story from Abstract