ઐઠોર.
ઐઠોર.


આમ તો દાદીના સમયથી હું ઐઠોર વિષે સાંભળતી આવેલી. પછી તો મેં ઘણીવાર ઐઠોર વિષે સાંભળેલું. ત્યારે થતુ કે આ નામ કેવું છે ? એ નામ પાછળનો ઈતિહાસ શુ હશે એ જાણવા નું મન થતું જ હતું.
મોટા થયા પછી ખબર પડી કે જયારે ઈન્દ્ર ભગવાનની જાન જઈ રહી હતી ત્યારે ગણેશજીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. કારણ કે ઞણેશજીનું ભારે શરીર અને વાંકી સૂઢ ને કારણેજ આમંત્રણ મળ્યું ન હતું. તેથી ગણેશજી કોપાયમાન થયા અને દેવોના રથ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં સોમનાથ મહાદેવના મંદિર પાસે તૂટી ગયા. દેવોને એમની ભૂલ સમજાતા એમને ત્યાંજ ગણેશજીનુ પૂજન કયુઁ. ત્યાં માટીમાંથી ગણેશજીની મુર્તિ બનાવી અને સિંદૂર અને ઘી લગાવી પૂજન કયુઁ.
બીજી માન્યતા મુજબ જયારે ઈન્દ્ર ભગવાનની જાન જઈ રહી હતી ત્યારે મહેસાણા જિલ્લાથી ચાર કિલો મીટર ગણેશજી થાકી ગયા ત્યારે મહાદેવજી એ કહ્યું "અહીં ઠહેર" વખત જતા એ શબ્દો નો અપભ્રંશ થઈ નામ પડયુ "ઐઠોર". આજે પણ આ ભૂમિ પવિત્ર ગણાય છે. કહેવાય છે કે અહીંથી માત્ર. પાંચ દાણા અનાજના લઈ તમારા અનાજના પીપડામાં મુકો તો અનાજ કયારેય બગડતું નથી.
પુષ્પાવતી નદીને કિનારે આ ભવ્ય મંદિર આવેલું છે. દેવો એ જયાં ઘોડા બાંધ્યા હતા ત્યાં જે તળાવ આવેલું છે એ તળાવ આજે પણ ગમાનિયા તળાવ તરીકે મોજુદ છે. દેવોએ ગણેશજીને મનાવવા જયાં પાર્થના કરી હતી એની સાક્ષી રુપે ત્યાં તેત્રીસકોટી દેવતાઓનું મંદિર પણ મોજુદ છે.
લોકવાર્તા.