Sangita Dattani

Action Inspirational Children

4.5  

Sangita Dattani

Action Inspirational Children

આઝાદીનો હીરો

આઝાદીનો હીરો

1 min
341


પાંચમા ધોરણમાં ભણતી ક્રીમા આજે થનગની રહી હતી કારણકે બાલસભામાં આજે તે પોતાના પ્રિય હીરોનું પાત્ર ભજવવાની હતી.

બે અઠવાડિયાથી તૈયારીઓ ચાલી રહી હતી અને બધાંએ પોતપોતાના હીરો શોધી લીધા હતાં. કોઈએ પોતાના પપ્પા, તો કોઈએ ડોક્ટર, વકીલ, દૂધવાળો, અરે સરવન્ટને ય પોતાના હીરો બનાવ્યા હતા.

ક્રીમાએ આઝાદીનો હીરો તરીકે સુભાષચંદ્ર બોઝને પસંદ કર્યા હતાં. ઈતિહાસમાં આવતા દરેક દેશભક્તો અને સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી સુભાષચંદ્ર બોઝે ક્રીમાના મન પર એક સુંદર છાપ ઊભી કરી હતી.

બધાં કાર્યક્રમ સરસ રીતે નિહાળી રહ્યાં હતાં, હવે વારો હતો ક્રીમાનો. સૌના આશ્ચર્ય વચ્ચે ક્રીમા સ્ટેજ પર આવીને બોલી “ તુમ મુઝે ખૂન દો, મૈં તૂમ્હેં આઝાદી દૂંગા” તે ખુદ સુભાષચંદ્ર બોઝ બની હતી.

ક્રીમા એક પછી એક તેમના જીવનના મહત્વના પ્રસંગો ભજવતી ગઈ અને છેલ્લે ‘જયહિન્દ’ કહીને સૌને નમન કરીને ચાલી ગઈ. તાળીઓથી હોલ ગાજી ઊઠ્યો.

ક્રીમાની મહેનત અને પાત્ર ભજવવાની તેની આગવી રીત જોઈને નિર્ણાયકોએ ક્રીમાને પ્રથમ વિજેતા બનાવી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Action