દિવાળીની ઉજવણી
દિવાળીની ઉજવણી
દિવાળી નજીક આવી રહી હતી તેના માટે સજાવટની વસ્તુઓની ખરીદી, જુદા જુદા રંગના ગિફ્ટ પેક, જુદા જુદા રંગ અને આકારની મીણબત્તીઓ જોઈને સલોનીનું મન ઝૂમી ઊઠ્યું.
અચાનક જ તેના પગ એક મીણબત્તીની દુકાન પાસે થંભી ગયા.
પપ્પાજીની આ મનગમતી દુકાન હતી. મમ્મી માટે દરદિવાળીએ અનેક મીણબત્તીઓ લઈ આવતા અને એટલું જ નહીં મમ્મીને સજાવટ માટે મદદ પણ કરતા.
બરાબર પાંચ વર્ષ પહેલાં ધનતેરસને દિવસે પપ્પાજી મમ્મીને દીવા પ્રગટાવવામાં મદદ કરતા હતા ત્યાં અચાનક જ એક સળગતો રોકેટ એમના રેશમી ઝભ્ભા પર આવી પડ્યો ! બાજુવાળા વિમળામાસીએ તો એમ્બ્યુલન્સ પણ બોલાવી લીધી સમયસરની સારવારથી પપ્પા બચી તો ગયા પરંતુ તેમના જમણા હાથ વધુ ઈજાગ્રસ્ત હોવાથી તેઓ વધુ કામ ડાબા હાથે જ કરતા. એ જ દિવાળીએ મમ્મીએ દીવડા પ્રગટાવવાનું છોડી દીધું હતું.
પેર
િસના એક પરગણામાં મમ્મી, પપ્પા અને ભાઈ સાથે રહેતી બાવીસ વર્ષની સલોની વિચારમાં પડી ગઈ કે હજી નવરાત્રીનો થાક તો ઉતર્યો નથી અને બોસે દિવાળીની પાર્ટીથી માંડીને સજાવટ, બધાં જ કામદારોને દર વર્ષે આપવામાં આવતી ભેટો, અવનવી મીઠાઈઓનું આકર્ષક પેકિંગ કરવું વગેરેની કામનો ભાર સલોનીને આપ્યો હતો.
ઘરમાં પગ મૂકતાં જ મમ્મીને કહ્યું કે, "મમ્મી, આ વખતે જરા મને મદદ તો કરવી જ પડશે નહીંતર હું પહોંચી નહીં વળું."
મમ્મીએ પ્રેમથી સલોનીને સમજાવતાં કહ્યું કે, “જો બેટા, આજ તો ઉત્સવની મજા છે. તને મદદ તો હું કરીશ જ પણ તારે સુંદર સજાવટ કરીને બધાના મન મોહી લેવાના છે તારા પપ્પાના અકસ્માતને આપણે કદી ભૂલી નહીં શકીએ પરંતુ ઉત્સવ કે તહેવારો જો જીવનમાં ન હોય તો જીવન નીરસ બની જાય છે. એટલે જ તો કહ્યું છે, “ઉત્સવ પ્રિયા: ખલુ મનુષ્યા”