STORYMIRROR

Leena Vachhrajani

Romance

4  

Leena Vachhrajani

Romance

યુવાન વૃદ્ધ

યુવાન વૃદ્ધ

1 min
257

દાદાના હાથમાં રાતું ગુલાબ ને,

દાદીના ગાલની સળમાં લજ્જાનું જૂથ.

લે ઉજવીએ ઈંગ્રેજી ઉત્સવ અને, આજે પૂરણપોળીને બદલે કેક સ્મૂધ,


જીવનની પાનખરે વેલકમ વસંત, ને જીતી લઈશું હર એક યુદ્ધ.

આપણો સંગાથ થયો જનમોજનમનો, જીવી જઈશું હજી કેટલુંય સમૃદ્ધ,


તારે નથી થવાનું ક્યારેય ડોશી, તે મારેય ન જ થવાય ને વૃદ્ધ !

હવે દાદીના ચહેરે બેઠી લજામણી, અને દાદા તો જાણે ગુલમહોર પ્રબુધ્ધ,


સદાય રળિયામણું જીવવાની ખ્વાઈશ,ન પરવડે આપણને થઈ જવું બુદ્ધ,

સરળતા, સકારાત્મકતા અને સ્મિત,

મારી હથેળીને તારી હથેળીની મળે જો હૂંફ.

ઉજવાયો વેલેન્ટાઈન અલગ અંદાજમાં, સુખના ઝૂલે ઝૂલતાં બે યુવાન વૃદ્ધ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance