યુદ્ધ વિરામ
યુદ્ધ વિરામ


ઊભા ઊભા કાળના જડબાં ચીરી નાંખ્યા
કુરુક્ષેત્રનાં મેદાને ઊભા પાંડવોએ રે,
કરોડો શબના ઢગલા થયાં એક વિધ્વંસે
વિધવા થઈ બહેનોને અનાથ થયાં બાળ,
જીતી ગયાં પાંડવોને હણાઈ ગયા કૌરવો
ધર્મરાજને ગાદીએ ચડાવી હાલ્યા વીર દ્વારકેશ,
ધર્મરાજને દિવાસ્વપ્નોએ ચેતવ્યા ઘણાએ
માથાં કપાયેલ ધડ મહેલમાં પ્રવેશતાં જાણે,
યુદ્ધમાં હણાયેલ માણહ ના બાળોનાં
તાત! તાત! કહી પડતાં બૂમ-બરાડા સંભળાયા,
વિધવા સ્ત્રીઓ હાય! પતિ કહી રડતી-કકળતી
માથાંના કેશ ખેંચતી દેખાતી સ્વપ્ને,
સ્ત્રીઓનાં મુખેથી નીકળતી હાયો કે'તી મહેલોના સુખોને
ભોગવતાં સુહાગ ને હણતાં ધર્મરાજ અમને એ હણો રે!,
કેટલાં દિવસ રહેશો હસ્તિનાપુરના રાજ સિંહાસન પર બેઠાં?
પ્રભાતના પોળે ગંગા સ્નાન કરવાને હેતુ ધર્મરાજ,
ગંગા તીરે વેરાયેલાં બંગડીઓના ઢગને જોઈ વળી ગયાં
આવા સ્વપ્નોના ત્રાસથી પ્રાયશ્ચિતના માર્ગે વર્યા.