યૌવનની આગ
યૌવનની આગ
જામ છલકાવી, પ્યાલો ધરી મુજને,
તમે જ જામ ગટગટાવી ગયા,
તમારી મદહોશ હાલત જોઈને,
મારા હાલ બેહાલ થઈ ગયા...
લથડતી ચાલે મુજ સમીપ આવીને,
આવેગથી મુજને ભેટી પડ્યાં,
તમારા યૌવનની મહેકથી મુજને,
રોમ રોમ વીજળી દોડાવી ગયા...
ઉષ્માથી શ્ચાસો ફેલાવી મુજને,
દિલની ધડકન વધારી ગયા,
યૌવનની આગ તનમાં પ્રગટાવીને,
મુજને મસ્તીમાં ડોલાવી ગયા...
જામના નશાની અસરમાં મુજને,
અધરોનું રસપાન કરાવી ગયા,
નશો વ્યાપ્યો તન મનમાં "મુરલી",
બાંહોમાં આવીને સમાઈ ગયા.

