યાદોનાં વાદળો
યાદોનાં વાદળો
યાદોના વાદળો આજે વરસી પડ્યાં છે,
બાથભરી મને નખશિખ ભીંજવી રહ્યાં છે.
પ્રથમ મિલનની ઉન્માદ ભરી યાદો મહેંકી,
પિયુ મિલનનાં રાગ મને તડપાવી રહ્યાં છે.
વરસે રે વરસાદ બેધાર, અનરાધાર આજે,
છેટી પડેલી વાતો ને હું, સંવાદો ઝંખી રહ્યાં છે.
વિયોગની આ વેદના અકારી, કેમ કરી સહુ,
પરદેશી પારેવડાનાં આગમનને તલસી રહ્યાં છે.
હરખાતું, નાચતું, ગાતું હર હૈયું થનગનાટ કરતું,
મારાં હૈયાનાં આંગણે તારી છાપ શોધી રહ્યાં છે.
ઊર્મિયોનાં ઉમળકાં આલિંગન આપી તરસાવે,
સંવેદનો તુજ બાહુંપાશનાં ઓથ ગોતી રહ્યાં છે.
હળવેકથી સ્પર્ષી મને સ્પંદન જગાડતાં એ ક્ષણ,
આપવાને તને આલિંગન, વ્હાલમ કરગરી રહ્યાં છે.

