સૂરીલુ જીવન
સૂરીલુ જીવન
ન રહો જરા પણ દૂર તમે હવે મારાથી,
દિલમાં વસાવી છે છબી તમારી પ્રેમથી,
નામ સદા રટું છું તમારું મારી જીભથી,
રોમ રોમ લહેરાયું છે તમારા સાનિધ્યથી.
વર્ષો બાદ મળ્યા તમે મુજને અજાણથી,
જોઈને ચમક્યાં આપણે કેવા શરમથી,
દોડીને ભેટ્યા મુજને પ્રેમના આવેગથી,
ઝૂમી ઉઠ્યા ખીલેલી આ સાવનની ઘટાથી.
ચાલો મિલન પૂર્ણ કરીયે મનનાં ઉમંગથી,
તરાના પ્રેમના ગાઈયે મધુર મીઠા સ્વરથી,
તાલ મેળવીયે પ્રેમનો દિલની ધડકનથી,
નચાવીયે મનડાંનાં મોર અતિ આનંદથી.
રહેજો સદાય સંગ સ્નેહની લાગણીથી,
પાનખર દૂર કરીશું આ મહેંકતી વસંતથી,
અરમાનો ઉજવીયે એકબીજાની હૂંફથી,
જીવન સૂરીલુ કરશું મધુર "મુરલી" નાદથી.

