STORYMIRROR

Sejal Ahir

Romance

4  

Sejal Ahir

Romance

ચાંદ

ચાંદ

1 min
390

અંજવાળી રાતમાં ખીલ્યો પૂનમનો ચાંદ,

ઉભરતાં હૈયામાં મલકાયો પૂનમનો ચાંદ.


ચંદ્રની શીતળતામાં એકાંત પળો માણી,

દિલના આંગણમાં આવ્યો પૂનમનો ચાંદ.


પ્રીતના સૂર રોમ-રોમમાં જાગ્યા વાલમ,

અંતરના અણુમાં ખોવાયો પૂનમનો ચાંદ.


ચાંદ જેવું મુખડું નિહાળવા અધિરું મન,

વાલમના સાથમાં માણ્યો પૂનમનો ચાંદ.


તારલાઓથી ચમકતું આકાશ ટમટમે છે,

સોળે કળાઓમાં નીરખ્યો પૂનમનો ચાંદ.


સજાવ્યું આંગણિયું ભાવેશ આગમનમાં,

દિલના ધબકારમાં સમાયો પૂનમનો ચાંદ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance