તારી યાદ
તારી યાદ


હવે તારી યાદોના વરસાદમાં હું ભીંજાઉં,
આવી પાનખરની રાતો ને સપનામાં ગૂંથાઉ,
ના ક્યારેય મળ્યા, ના ક્યારેય જુદા થયા,
લાગણી જ હતી માત્ર એ અરસપરસની,
ગમતી ઘણી ત્યારે એ શીતળ લહેરખીઓ,
આજે તો શિયાળે પણ પવન દઝાય,
યાદોમાં હજી તારો એ સ્પર્શ અનુભવાતો,
ચાલ માવઠું સમજી યાદોમાં પલળી જાઉં,
મનની પીડાને સાચવીને મારા શ્વાસોમાં,
હૃદયના ખૂણે ખૂણેથી હવે હું જીવી લઉં,
મિલનની સંવેદનાઓથી પર થઈ જાઉં,
બસ સર્વસ્વ ત્યાગીને મીરા થઈ જાઉં,
તું વિરહની વેદનામાં તડપતો કૃષ્ણ થા,
હું એ વિયોગની વેદના સમ રાધા થાઉં.