નવી સવાર(28)
નવી સવાર(28)
છોને છૂટ્યો સાથ ! હરહંમેશ તું મારી પાસ !
તારી યાદ, તારા વિચાર, તારો અહેસાસ !
એકલતામાં પણ ક્યાં લાગે હવે એકલું !
ઠંડી હવા સ્પર્શેને જાણે તે ઝાલ્યો હાથ !
રાત પૂનમની ને ચંદ્ર ખીલ્યો નભની પાળ,
શીતળ ચાંદની સહેલાવે જોને મારા વાળ !
સમેટી લઇ ખુદને તુજમાં હું વિસ્તરી લઉ,
તારા નયન દર્પણમાં ખુદને સમાવી લઉ !
પ્રકાશિત કરવા ચંદ્રને અસ્ત થયો સુરજ,
ફરી ઉદય થયો લઇને એક નવીજ સવાર !

