STORYMIRROR

Minakshi Jagtap

Romance

4  

Minakshi Jagtap

Romance

અવ્યક્ત પ્રેમ

અવ્યક્ત પ્રેમ

1 min
293

અવ્યક્ત તારા પ્રેમનું મીઠું બંધન,

મારા વિના કોઈનેય ના પડે સમજણ.

એક ક્ષણ જો ના હોય સાથ તારી,

મનડાંમાં ભોકાય એક અદૃશ્ય ખંજન.


પ્રીતની વાણી સૌને જ ના સમજાણી,

અજ્ઞાનતાને વશ થઈ જાય શ્રેષ્ઠ જ્ઞાની.

મારા આતમની અવાજનું કરે સ્મરણ,

આને જ કહેવાય છે સ્નેહનું બંધન.


અનકહી વાતો તારી હું જ તો જાણું,

તારી સાંત્વનામાં પ્રેમના અણું પરમાણુ.

ઓળખીને વંદુ પ્રિયતમ તારા ચરણ,

સાથ નિભાવીશ, જ્યાં સુધી છે મારૂં જીવન.


જેમ રેશમની ગાંઠમાં મુલાયમ તાંતણો,

સ્પર્શ માત્રથી દિલમાં જાગે અનોખા સ્પંદનો.

સાત જનમનું મારૂં તને છે વચન,

તારા સંગ મારું જીવનભરનું સગપણ.


આવે ભલે વૃદ્ધત્વ લઈને હાથમાં હાથ,

સાંકડી ગલીએ ફરતા રહીશું એક સાથ.

જીવનના વગોળતા અસંખ્ય સંસ્મરણો,

તને જોઇનેજ બંદ થશે મારી ધડકનો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance