વાલમ
વાલમ
વાલમ મારા શ્યામ સલોના,
વહેલા વહેલા તમે આવોને,
વાટ જોઉં છું હર પળ તમારી,
શીદને તડપાવો છો રોજ મુજને.
સપનામાં આવી રોજ સતાવો,
ન બનાવો બાવરી તમે મુજને,
નિંન્દ્રમાંથી ઝબકીને જાગુ તો,
સૂરત ન દેખાય તમારી મુજને.
ન તરસાવો ઓ શ્યામ સુંદરવા,
તરસી ન રાખો હવે તમે મુજને,
વાટ જોઉં છુ હર પળ તમારી,
શીદને તડપાવો છો રોજ મુજને.
પનઘટ પાણી ભરવા જાઉં તો,
મટકી ફોડી ભીંજાવો છો મુજને,
શરમાઈને હું ચાલતી થાઉં ત્યારે,
નખરાં કરીને હસાવો છો મુજને.
મધુરી "મુરલી" સાંભળવો તમારી,
રાસલીલામાં તમે રમાડો મુજને,
વાટ જોઉં છું હર પળ તમારી,
શીદને તડપાવો છો રોજ મુજને.

