STORYMIRROR

Deepa rajpara

Romance Others

4  

Deepa rajpara

Romance Others

અનોખી-અનોખો

અનોખી-અનોખો

1 min
383

બે ભિન્ન પ્રકૃતિનાં સદા તું અને હું

છતાંય ખબર નહિ કેમ..?

લાગતું કે એકબીજાનાં પૂરક આપણે તો..!


હું છું પહેલી શી, તું દાખલો ગણિતનો

છતાંય ખબર નહિ કેમ..?

સુલજાવીએ ગણતર ભેગા મળી આપણે તો..!


મારે જાવું ઉત્તર, 'ને તારે જાવું દક્ષિણ

છતાંય ખબર નહિ કેમ..?

ચાલીએ છેવટે પરોવી હાથમાં હાથ આપણે તો..!


હું છું પૂર્વની લહેર, 'ને તું પશ્ચિમી પવન

છતાંય ખબર નહિ કેમ..?

વહીએ બેબાક આપણી જ મોજમાં આપણે તો..!


કરવી આપણે તુંતું-મેંમેં રોજબરોજ

છતાંય ખબર નહિ કેમ..?

જતાવીએ આમજ નોખી રીતે હક આપણે તો..!


હું વાતોનાં ડુંગર ખડકું, તું માણસ ગંભીર

છતાંય ખબર નહિ કેમ..?

રચીએ રોજ તારામૈત્રક આંખો વડે આપણે તો..!


હું મોતી સાગરનું, તું આભનો ચંદરવો

છતાંય ખબર નહિ કેમ..?

કરીએ આકાશ પાતાળ કેવાં એક આપણે તો..!


મિલન આપણું સૌને લાગે સાવ અનિશ્ચિત

છતાંય ખબર નહિ કેમ..?

મેળવી જ લઈએ એકબીજાનો તાળો આપણે તો..!


અનોખી 'દીપાવલી'નો વ્હાલમ છે અનોખો

છતાંય ખબર નહિ કેમ..?

બન્યાં જીવનસાથી, થયાં સદા માટે એક આપણે તો..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance