તોયે તું નથી આવતી
તોયે તું નથી આવતી
આવી ને ગયો વરસાદ, ને તોયે તું નથી આવતી,
ક્યારનો કરું છું સાદ, ને તોયે તું નથી આવતી.
ક્ષણભરનું મિલનનું સુખ, પછી આખી જિંદગી રહ્યો વિયોગ,
તને મેં કેટલી કરી છે ફરિયાદ, ને તોયે તું નથી આવતી.
હું નાસ્તિક હતો પણ આસ્તિક બન્યો કેવળ તારા કારણે,
ધરાવ્યો છે મેં ઘણો પ્રસાદ, ને તોયે તું નથી આવતી.
તારી સાથે હવે ક્યારેય લડાઈ-ઝઘડો નહીં કરું બસ,
છોડી દીધો મેં વાદ-વિવાદ, ને તોયે તું નથી આવતી.
તને ભૂલી જાઉં લગભગ અશક્ય જ છે 'સંગત'
તને હરઘડી કરું છું યાદ, ને તોયે તું નથી આવતી.

