STORYMIRROR

Dinesh soni

Romance

4  

Dinesh soni

Romance

વરસાદમાં

વરસાદમાં

1 min
406

યાદો ઘણી એકદમ સતાવે વરસાદમાં,

મર્યાદાઓ ઘણી એ બતાવે વરસાદમાં.


સવાલો તો એના હતા ઘણાય પ્રેમના,

ફરિયાદો સારી એ હટાવે વરસાદમાં.


માંગણીઓ કરતી હતી સતત કેટલીય,

ઈરાદાઓ સારા એ ખપાવે વરસાદમાં.


કરે નહી પુરી માંગણીઓ અગણિત,

અરમાનો ઘણા એ તપાવે વરસાદમાં.


ઈચ્છા હતી મિલનની મુલાકાત પછી,

મુશ્કેલી પાછી એ ધપાવે વરસાદમાં.


સહન થાય નહી વિયોગ હવે વધારે,

પારો પ્રેમનો એ  મપાવે વરસાદમાં.


બધું જ નૌછાવર કરી દીધું છે 'દિન',

સમસ્યા સારી એ ફગાવે વરસાદમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance