STORYMIRROR

Bhumi Rathod

Romance

4  

Bhumi Rathod

Romance

પિયુ મિલનની યાદ

પિયુ મિલનની યાદ

1 min
240

લખુ છું તારી યાદોના પાના;

સતાવે છે, મને તારી સ્મૃતિનાં સંભારણા,

આવે પિયુ મિલનની યાદ....


આ વિયોગમાં હાથે વાગ્યા વીણાના તારા;

હૃદયમાં વાગે છે આ વરસાદના છાંટા,

આવે પિયુ મિલનની યાદ....


તારા વિના શૃંગાર છે મારો ફીકો;

તું આવ તો, શૃંગાર થાય છે મારો ઊજળો,

આવે પિયુ મિલનની યાદ....


તારી વાટ જોતાં આંખોએ ઝાંખપ ધરી;

તારા વિરહમાં થઈ 'ધરા'ની આંખો ભીની,

આવે પિયુ મિલનની યાદ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance