STORYMIRROR

Nayana Charaniya

Romance Tragedy Inspirational

3  

Nayana Charaniya

Romance Tragedy Inspirational

યાદોનો વરસાદ

યાદોનો વરસાદ

1 min
202

વરસાદ આવે ત્યારે તો ભિનાશ છવાઈ જાય છે અને પાણી પાણી થઈ જાય છે,

પણ આ તું ના આવે તોય તારી યાદોનું શું કરવું જે આંખોમાં પાણી આપી જાય છે ! 


આમ તો વરસે તારી યાદોના વરસાદ 

ને છતાંય કોરા જ રહી જવાય છે ! 


ચારે બાજુ છવાઈ જાય છે તારી સાથે વિતાવેલી પળોની મહેક !

ને છતાંય એનાથી તરબતર તો માત્ર હું જ થાઉં છું ! 


જેમ વર્ષાની રાહ ચાતક જુએ છે

અને વિરહમાં ઝૂરે છે એમ આ હૈયું યાદોના સહારે મળવાની આશ જુએ છે ! 


મન મોર બની થનગાટ કરે જ્યાં વર્ષાના આગમન થયું ! 

દૂર દૂર તારા આવવાના એંધાણ વર્તાઈ રહ્યાં હતા પાસે જઈને જોયું મૃગજળ નીકળ્યું ! 


Rate this content
Log in

Similar gujarati poem from Romance