STORYMIRROR

Pallavi Gohel

Romance Others

4  

Pallavi Gohel

Romance Others

યાદોનો વાયરો

યાદોનો વાયરો

1 min
970

સાંજ, ઝરુખો ને તારી યાદોનો વાયરો,

ધીમું ધીમું સતાવે, મીઠું મીઠું દર્દ આપે.


સમી સાંજના વાયરે વાયરે તારી યાદો મહેકે,

શ્વાસમાં ભળી એ મારા, દલડું ધબકાવે,

મીઠી ગોષ્ઠી, ને છાની મુલાકાતે ભરેલી સાંજ તરસાવે,

સૂનાં મનનાં આંગણિયે તારા આગમનનાં એંધાણ લાવે,

સાંજ, ઝરૂખો ને તારી યાદોનો વાયરો....


મંદ, મૃદુ ઢળતી કિરણો અડકી મુને,

તારા સ્પર્શ તણાં હેતનું સ્પંદન જગાડે,

કેસરિયા ભાતની આ આભા, તારા પ્રેમનું ઓઢણ ઓઢાડી સતાવે,

મિલનની આશ જગાડી, આખ્યુંને આખી રાત જગાડે,

સાંજ, ઝરૂખો ને તારી યાદોનો વાયરો....


વળતું ગોધણ, ને શાખ શાખ કલશોર પૂછે,

મનાવા મનવાને મારા ઓઠો સંદેશો લાવે,

ઢળી ભાનુ વસુંધરે ક્ષિતિજે રોજ મળે,

મારા હૃદયે નવી આશ ધરી, એ આથમે,

સાંજ, ઝરૂખો ને તારી યાદોનો વાયરો.....


આંખના પલકારા, ને અક્ષિતારક મહીં તારી જ વાટ છે,

વણનોતરી પછી તારી યાદોની અશ્રુધાર વહે છે,

તડપતાં હૃદયને ઝરુખા, ને સાંજની જ ઓથ છે,

વ્હાલમ થઈ વરણાગી શાને મને આટલું સતાવે...!

સાંજ, ઝરુખો ને તારી યાદોનો વાયરો...


પગદંડી પર પથરાયેલા નિશાનમાં મન આગમન શોધે,

અસ્તવેળા સંગે ફરી મારી એક એક આશ ટૂટે,

આગિયાનો દઈ અજવાસ કરમાં સાંજ પણ છૂટે,

પહેલાં પ્રણયનાં દર્દો ઉન્નત ઘટ હવે અવિરત વહેશે,

સાંજ, ઝરૂખો ને તારી યાદોનો વાયરો......


સાંજ, ઝરૂખો ને તારી યાદોનો વાયરો,

ધીમું ધીમું સતાવે, મીઠું મીઠું દર્દ આપે,

સાંજ, ઝરૂખો ને તારી યાદોનો વાયરો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance