STORYMIRROR

Neha Patel ***નેહ***

Tragedy

4  

Neha Patel ***નેહ***

Tragedy

યાદોનો સંદૂક

યાદોનો સંદૂક

1 min
463

ઊભા'તા આજ સૌ ગામના પાદરે,

ખોલતા'તા ભેગા મળી ભેરુબંધ, વીતેલ યાદોનાં સંદૂકને!


ત્યાં તો કો'ક બોલ્યું: "પુરાયા'તા ઘર-ગોખલે!,

વધ્યો 'તો જ્યારે કોરોના કહેર ગામ-મહોલ્લે."


થ્યાતા અળગા આપણ સૌ લોકડાઉન માંહે, 

બની અજાણ ચાલ્યા'તા એકલપંથી રાહે.


ડરતા'તા મિલાવવા હાથ સૌ કો'કને,

બની આછુકલા કહેતા'તા વહેમી વટથી નમસ્તે!


આવ્યાં'તા આંસુ દિલની પાપણે,

બની ઘરકેદી નિરખતા'તા જ્યારે આતમના અરીસે.


છોડી'તી નજાકતભરી ચ્હાની ચૂસ્કીને, 

માની અમૃત ઘસતા'તા સેનિટાઈઝર હથેળીએ!


પડ્યા'તા વિખૂટા સૌ સગાવ્હાલા કમને,

ને બન્યું'તું મૂક બાળપણ, યૌવન ને ઘડપણ બંધને!


લાગતો'તો ડર કોરોના સંક્રમણનો સ્પર્શે, 

એટલે જ પહેર્યું'તું માસ્ક ને પી-પી કીટ તને.


છુપાવતા'તા આપણ સૌ એકબીજાથી જાતને,

બની વમળ ડૂબ્યા'તા હરેક એકલતાના સાગરે!


ગુમાવ્યા'તા કો'કે વ્હાલા આત્મીયજનોને,

ન આવ્યું'તું કોઈ પણ ખાંધો દેવા એ સંક્રમિત ઠાઠડીને !

 

કોસ્યું'તું એ ઘડીએ સ્વાર્થી લાચાર આ જીવનને,

બની સંહારક કર્યો'તો વિનાશ તુજ સર્જનના પ્રતાપે.


ભરાયું'તું દર્દે દિલ એ વીતેલ ક્ષણોનાં સંસ્મરણે,

કર્યો આખરે બંધ કડવી યાદોનાં સંદૂકને ભીની પાપણે.


કરતા'તા ભેરુબંધ પ્રાર્થના ભવોભવના નાદને, 

ન બતાવીશ ફરી એ બિહામણાં કોરોનાનાં સ્વપ્નને.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy