યાદોની કબર
યાદોની કબર
સનમ બેવફા છે,
દિલ મારુ ખફા છે,
સંજીવની લઈ આવો કોઈ,
કરવત મારેલી રોમેરોમમાં છે!
રોમે રોમ આજે સળગી ઊઠી છે,
એ યાદોની કબરમાં,
કાંટા વેરે છે તું હરરોજ,
એ યાદોની કબરમાં,
મીણબતી પણ પીગળી ગઈ એની અદાથી,
આગ હવે ભભૂકી છે મારા હૃદયમાં,
શાને ઠારું એ ઉકળતા લાવાને,
અખંડ અગ્નિ મૂકી ગઈ એ,
મારા રોમે રોમમાં,
છોડી દીધી એની ગલીઓ આજે,
પગને સાંકળથી બાંધ્યા છે આજે,
પણ યાદોનો પટારો છે તારો,
જેનું તાળું જ નથી શોધેલું !
વ્યથાનાં રોજ કૂંપળ ફૂટે છે,
મેલી ચાદર રોજ અહીં ધોવાય છે !
ધોબણ બની છે આંખો મારી,
ને પાંપણ દોરી થાય છે,
છતાં ખુશ થાવ એ દુવા છે તમને,
ફરી નવું રમકડું શોધો નહીં,
એ અરજ છે તમને,
નશો છે અહીં રોજ જુગાર રમવાનો બજારમાં,
દાવ પર રોજ લગાડે નહીં તું કોઈને,
કદાચ ઘા માર્યો તે મટી જશે !
પણ આ તો દાજ્યાનો ડાઘ છે,
જતો નથી, નિશાની આપીને !
ખુદાની આંખમાંથી પણ લોહી વહે છે !
એ યાદોની કબર પર,
જ્યા હંમેશાને માટે ડાટી દીધા છે આપે મને !
