STORYMIRROR

Khyati Anjaria

Drama

3  

Khyati Anjaria

Drama

યાદો

યાદો

1 min
758



કોઇ ખાટી છે, કોઇ મીઠ્ઠી છે,

કોઇ તીખી ને કોઈ તુરી છે,

આજે યાદોની પેટી ખુલી છે.


સાચવીને અક્બન્ધ વર્ષોથી મનમાં કોઇ ખૂણે સંઘરી,

વારંવાર ફંફોસી એને, હાલત કરી અધકચરી.


છાંટી ને સારી યાદો, બાકીની ફેંકી દેવી છે,

આજે યાદો ની પેટી ખુલી છે.


નવી યાદોને સંઘરવા પણ ખૂણો ખાલી કરવો પડશે,

ખોટા ખરાબ સંભારણાઓની પોટલી વાળવી પડશે,


મનને સાફ ને સ્વચ્છ કરીને, ચાવી મારી દેવી છે,

આજે યાદોની પેટી ખુલી છે.


મનમાં ફરિયાદો ને ઈર્ષ્યા નો મેલ ઘણો છે જામ્યો,

વાળી ઝૂડીને સાફ કરી દઉ, પેટી મારી ચકચકિત કરી લઉં.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Khyati Anjaria

Similar gujarati poem from Drama