STORYMIRROR

Masum Modasvi

Classics Tragedy

3  

Masum Modasvi

Classics Tragedy

યાદો ફકત રહી

યાદો ફકત રહી

1 min
27.5K


છુટી ગયેલાં સાથની યાદો ફકત રહી,

પગલાં ભરેલી રાહની ભુમી સખત રહી.

ધાર્યા નિશાનો સાધવા યત્નો કર્યા ઘણાં,

તોયે ચહેલાં ભાવની ભીતર લડત રહી.

રોકી શકાઈ ના કદી લગની લગન તણી,

સ્નેહે ધરેલી ચાહની મનની મમત રહી.

આવી સમાણી હાથમાં તકની તડપ છતાં,

સાધી જવાના હેતની ભારી લડત રહી.

વરસી રહેલી આંખના આંસુ થમ્યા નહીં,

પીડા સમય ની તાણની વળગી અનંત રહી.

રાખી ભરોસો જીવવા મથતા રહ્યાં મગર,

જીવન સફર ની રાહની તપતી પરત રહી.

મોકા જગેલી ચાહના માસૂમ મળ્યાં છતાં,

જીતી જવાની કાળની સામે શરત રહી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics