યાદ
યાદ
અચાનક આવ્યું વાવાઝોડું યાદોનું,
વસંત સંગ પાનખરમાં લપટાયેલું,
આંખ નહી, પાંપણ ભીની કરી ગયું,
ઝાકળની જેમ અલપઝલપ સુખોનું,
પરાણે હસતાં દુઃખોમાં, વીતેલી યાદોથી,
સુખોની વાડી હરિયાળી, હાસ્ય વેરતી અનેરી,
લીલીછમ યાદોમાં મોતીની જેમ ચમકતા,
હૃદયમાં વ્યાપ્ત આનંદ, મુખ પર છલકાતો,
ખુશીની ક્ષણો, છે અમૂલ્ય જીવનની યાદો,
ઝીલી લો આ પળ, બીતે લમ્હોની ફુરસતમાં.

