યાદ આવી રહી
યાદ આવી રહી


ભૂલતા ભૂલતા યાદ આવી રહી
યાદ છે એમની જે સતાવી રહી,
આંખમાં ચિત્ર જે એક દોરી રહી
યાદ એ રાતભર છે જગાવી રહી,
જાગતી પણ રહી આંખ આ રાતભર
આંખ પણ એમનું મુખ બતાવી રહી,
આમ તો દૂરથી ભેટવા આવતા
ભેટ પણ સ્વપ્નમાં એ કરાવી રહી,
''Kalpनिक' વાતમાં, વાત છે ખાનગી
ખાનગી રીતથી છે તગાવી રહી.