STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational

4  

VARSHA PRAJAPATI

Inspirational

યાદ આવે મારું વતન

યાદ આવે મારું વતન

1 min
331

સિમેન્ટ પથ્થરનાં જંગલ જોઉં ને,

મને યાદ આવે મારું વતન,

સમયને હું સરતો જોઉં ને

મને યાદ આવે મારું વતન.


વિસરાયું અહીં વલોણું ને,

વિસરાયો પંખીઓનો નાદ,

ગૌમાતાને રસ્તા પર જોઉં ને,

મને યાદ આવે મારું વતન.


તાજાં ઘી દૂધની છોળોને બદલે,

પ્લાસ્ટિકમાં પેક સ્વાસ્થ્ય છે

ખુલ્લી ગટરના ઢાંકણ જોઉં ને

મને યાદ આવે મારું વતન.


ઘડિયાળના કાંટે સૌ દોડે છે,

મોબાઈલમાં મગ્ન થઈ ફરે છે

મારામાં જ્યારે મને શોધું ને,

મને યાદ આવે મારું વતન.


આવજો આવજો ના નાદ સાથે,

દિલના દરવાજા બંધ છે,

ભીડમાં મને એકલો ભાળું ને,

મને યાદ આવે મારું વતન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational