STORYMIRROR

Harish Thanki

Inspirational Others

4  

Harish Thanki

Inspirational Others

વ્યથા વરસાદની

વ્યથા વરસાદની

1 min
400

આજ મને રસ્તામાં વરસાદ મળી ગયો

આંખોમાં એની થોડી વ્યથા હું કળી ગયો,


કેમ, હવે આવવાનું ઓછું કરી નાખ્યું ?

અમે તો નિર્ભર બધું તમ પર જ છે રાખ્યું,


વાદળી ત્યાં તો, એક પાણી ભરી આવી

વરસાદની પણ આંખે વેદના ઉભરી આવી,


કોઈ કોઈ તો જૂઓ પાછા મને અનરાધાર માંગે,

કાચી ઝૂંપડીઓની વેદના એને કોણ સમજાવે,


ક્યાંક મોલ સુકાય છે, ને ક્યાંક વાવણી છે બાકી

કોઈ કહે ખમૈયા, રહ્યું કોઈ આશભર્યા નયને તાકી,


ભૂલકાંઓના અભ્યાસ ચિંતા મને પણ થાય છે

ભાઈ, શહેરમાં તો જ્યાં ને ત્યાં ખાડા ઉભરાય છે,


એક ને કરું રાજી તો બીજો કોઈ રિસાય છે,

મારાથી પણ કામ ક્યાં યોજનાબદ્ધ થાય છે,


આમ તો વરસી લઉં રાતે એવું થાય છે પણ

મારા ઉપર પણ કર્ફ્યુની અસર વર્તાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational