STORYMIRROR

kusum kundaria

Inspirational

3  

kusum kundaria

Inspirational

'વસંતનું સ્વાગત'

'વસંતનું સ્વાગત'

1 min
758


આંબલિયે મહેંકે મોર, સ્વાગત કરીએ વસંતનું.

કેટલા ટહુકા પાંગરી રહ્યા, ગાન છે અનંતનું!


ઝાડે ઝાડે આવ્યો કેવો, સુંદર આ ફૂલડા કેરો ફાલ.

સામ્રાજ્ય કેવું સઘળે છવાયું, અનોખી સુગંધનું!


કુદરતની છે લીલા કેવી અનેરી, ઝૂમી ઉઠે ધરતી.

માનવ જીવનમાં ઉલ્લાસ વ્યાપે, પ્રેમ તણા સ્પદંનનું!


રાધા કૃષ્ણની પ્રીત અનેરી, મુરલી વાગે મનમાં.

રંગ પિચકિરીની સાથે જાણે, ગીત ગુંજે અખંડનું!


પલ્લવ ફૂટ્યા ડાળે ડાળે, કુદરતની કેવી માયા.

બચાવી લઈએ પ્રકૃતિને, કામ ન કરીએ ખંડનનું!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational