વસંત આવી
વસંત આવી
વસંત આવી વસંત આવી
સૌદર્યને એ સાથે લાવી
કેસૂડાંની કળીએ એ આવી
ગુલાબના ગોટામાં સમાણી,
વસંત આવી વસંત આવી
કોકિલાને સાથે લાવી
આમ્રફળને પકવીને આવી
ઋતીઓને મળવા આવી,
વસંત આવી વસંત આવી
સાથે મહેનતને લાવી
ઉજાણીના દિવસો આવ્યા
મહેમાનો પણ સાથે આવ્યા,
વસંત આવી વસંત આવી
પાંદડે પાંદડે ઝાકળ આવી
ફૂલોમાં પણ ફોરમ આવી
માણસો માં મૌસમ જાગી.
