STORYMIRROR

kusum kundaria

Classics Inspirational

4  

kusum kundaria

Classics Inspirational

વસે છે શ્યામ તું

વસે છે શ્યામ તું

1 min
420

ગોકુળ મથુરા જાય એને ક્યાં મળે છે શ્યામ તું,

કેવળ હૃદયના ભાવમાં કાયમ વસે છે શ્યામ તું.


હો ભક્તિ મીરાં જેવી એનો હાથ ઝાલે પ્રેમથી,

દિલથી પુકારે, સાદ એનો સાંભળે છે શ્યામ તું.


કયાં શોધવો ક્રિષ્ના તને સમજાય એને તું મળે,

રાધા તણા તલસાટમાં જાણે શ્વસે છે શ્યામ તુ.


ક્યારેક લાગે છે બધે તું છે છતાં મળતો નથી,

ક્યારેક સાચા સંતના દિલમાં હસે છે શ્યામ તું.

.

કુબ્જા તને પામી શકી, પામ્યો ન દુર્યોધન કદી,

છોડે અહમ એના વિચારોમાં ભળે છે શ્યામ તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics