STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Tragedy

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Tragedy

વરતાવ્યો કૅર વરસાદે

વરતાવ્યો કૅર વરસાદે

1 min
231

વરતાવ્યો કાળો કૅર વરસાદે... 

આ વર્ષના વરસાદે તો ભાઈ મૂકી દીધી છે માઝા. 


ના મળે ક્યાંય પ્રકાશ કે ના મળે કોરો ઉઘાડ,

ઘેર ઘેર માંદગીના ખાટલા, ના મળે કોઈ સાજા,

   વરતાવ્યો કાળો કૅર વરસાદે.... 


કૈંકનાં ઢોર-ઢાંખર તણાયા ને કૈંકનાં તણાયા ઘરબાર. 

કૈંકનાં ખેતર પાદર તણાયા, ને 

તૂટ્યા નદી પુલ ને નાળા. 

સહારો સહુનો ઝુંટવાઈ ગયો ને, 

ના રહયો કોઈ આધાર. 

   વરતાવ્યો કાળો કૅર વરસાદે.... 


મોસમનો વરસાદ પડે, તો વ્હાલા હરખ હૈયે ના માય. 

કમોસમી વરસાદ પડે તો અનાજ ને શાકભાજી પડે આડા. 

આવી કુદરતી અણધારી આફતથી જગતમાં ના થવાનું થાય. 

     વરતાવ્યો કાળો કૅર વરસાદે.  


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy