વરસ્યો મેઘ મલ્હાર
વરસ્યો મેઘ મલ્હાર
ઉમટી રહ્યાં છે આકાશે વાદળો,
દામિનીના ચમકારા નિહાળું છું,
સરરરરર ફૂંકાઈ રહ્યો છે વાયરો,
પ્રેમનો તરસ્યો હું બની રહ્યો છું,
ગાઈ રહ્યો છે મયૂર મીઠો તરાનો,
કોયલના મધુર ટહૂકા સાંભળું છું,
પીયું પીયું સાદ થાય છે પપીહાંનો,
પ્રિયતમાનો પોકાર હું સાંભળું છું,
વિદાય લઈ રહ્યો છે તાપ ગ્રીષ્મનો,
મેઘ મલ્હાર વરસતો નિહાળું છું,
તાપ થયો છે પ્રિયતમાના વિરહનો,
મધુર મિલન માટે હું વાટ જોઉં છું,
ઝરમર વરસી રહેલ અમૃત ધારાથી,
ભીંજાયેલી પ્રિયતમાને નિહાળું છું,
પાયલ નાદ સાંભળું છું પ્રિયતમાનો,
તેના નાદનો દિવાનો હું બની જાઉં છું,
ચમકે છે દામિનીથી ચહેરો પ્રિયતમાનો,
તેની સુંદરતાથી મદહોશીમાં ડૂબ્યો છું,
"મુરલી"માં છેડું છું આલાપ મલ્હારનો,
તેને પ્રેમથી મારા દિલમાં હું સમાવું છું.

