STORYMIRROR

Rohit Prajapati

Romance

3  

Rohit Prajapati

Romance

વરસવા દે

વરસવા દે

1 min
261

ભલે વરસતો વરસાદ આજ,

એને મન મૂકી વરસવા દે...


તારી વાતોના આલિંગનમા સમાવી લે,

તારા શબ્દોના મોહપાશમાં જકડી લે,

મારા અંગે અંગને તું આજ ભીંજવી દે...

ભલે વરસતો વરસાદ આજ,

એને મન મૂકી વરસવા દે...


તારી લાગણીઓના દરિયામાં ઓગળી દે,

મનના અરમાનોને આખરી ઓપ આપી દે,

હૈયાને તારા હેતમાં તું આજ ભીંજવી દે...

ભલે વરસતો વરસાદ આજ,

એને મન મૂકી વરસવા દે...


રાત પણ આજે આપણા પ્રણય ફાગમાં રાચવા અધીરી બની,

શ્વાસોના ધબકાર પણ તારા માટે ધબકવા ઘેલા બન્યા,

અષાઢને પણ કહે મન મૂકી વરસી આજ ભીંજવી દે...

ભલે વરસતો વરસાદ આજ,

એને મન મૂકી વરસવા દે...


અધર ઉપર અધર મૂકી આજે પાણી પાણી થાઉં છે,

આલિંગનમાં તારા ભળી અસ્તિત્વ વીસરી જાઉં છે,

ઉઠેલા આ અરમાનોને તારા સ્પર્શથી આજ ભીંજવી દે...

ભલે વરસતો વરસાદ આજ,

એને મન મૂકી વરસવા દે...


અંગ ઉપાંગને આજ તારા આહ્લાદક સ્પર્શથી ઢાંકી દે,

યૌવન જે ચડયું છે હિલોળે એને એનું મનગમતું આપી દે,

ક્યારેક તો રાતો હશે તારા વિના સુની પણ આજ ભીંજવી દે,

ભલે વરસતો વરસાદ આજ,

એને મન મૂકી વરસવા દે...


Rate this content
Log in

Similar gujarati poem from Romance