વરસાદમાં દીવા
વરસાદમાં દીવા
ઘનઘન થયા વાદળો આભમાં,
કડડ કડડ બોલે વીજળીઓ,
ઝગમગ ઝગમગ પ્રકાશ ઝબૂકે,
ઝરમર ઝરમર વરસ્યો વરસાદ,
છમછમ થયા પાયલનાં રણકાર,
રૂમઝુમ રૂમઝુમની મીઠી તાન,
અંગ અંગ નૃત્યમય થઈ ડોલે,
ધક ધક દિલની ધડકન દે તાલ,
રિમઝીમ રિમઝીમ બુંદો ઝીલે,
હસ્તની અદાઓ દિલ લૂંટે,
છપાક છપાકની લય સાથે,
પગલાં પગનાં પાણીમાં સરે,
ભીના ભીના સપનાં સાથે,
હર ચોમાસે હું હરખાવું,
ઋતુઓની રાણી સંગ મજા,
વરસાદમાં મારાં કોઠે દીવા,

