વરસાદી મોસમ
વરસાદી મોસમ
સૂરજ વગર પડે સવાર અને ચાંદ વગર પડે રાત,
આવુ તો બને ત્યારે, જ્યારે વરસે મોસમી વરસાદ,
મન પલળી ગયું અને કલમ, કાગળ પર દોડી ગઈ,
ઘૂંટાએલ લાગણી શબ્દોથી, કાગળ ભીંજવી ગઈ,
આમ ઝરમર ના વરસ, વરસાદ છે તું, મન મૂકી વરસ.
ભીતરમાં હરિયાળી લાવી, લાગણીઓ દિલની ભીંજવ,
મનનું આ ઉપવન મહેકી ઊઠે, ફૂલ દિલનું ખીલી ઊઠે,
ટપ ટપ પડતા વરસાદમાં,સરગમ દિલની ગુંજી ઊઠે,
અચાનક આવ્યું આ તોફાન, ઘનઘોર ઘટા છવાઈ ગઈ,
વરસ્યો તું મૂશળધાર, ધરતી પર તારાજી છવાઈ ગઈ,
મોસમની મજા પળભરમાં, ઉદાસીમાં ફેરવાઈ ગઈ,
દિલમાં આવ્યું એવું તોફાન, લાગણીઓ તણાઈ ગઈ.
એક બાઢ આવી ને, મૃદૂલ મનની લાગણીઓ ડૂબી ગઈ,
સૂરજ વગરની સવાર પડી અને સોનેરી સ્વપ્ન તોડી ગઈ.
