મિલન (ચાલ લાગણી વરસાવીએ)
મિલન (ચાલ લાગણી વરસાવીએ)
નયન મારા ભીંજાઈ ગયા છે એની આંખોના ઈશારે,
મોસમ વરસાદી છવાઈ ગઈ છે એના આગમનના અણસારે,
પાંપણો ઢળી હતી સ્પર્શ એના હાથનો કર્યો જ્યારે,
પ્રીતના ટીપાં વરસી રહ્યાં હતાં એ પહેલી મુલાકાતે,
એક છત્રીમાં નીકળ્યાં અમે હાથમાં સ્નેહનો વરસાદ લઈને,
નજરથી મળી નજર જ્યારે, હૈયું અનરાધાર હરખાવે,
પહેલાં વરસાદમાં પલળ્યા કંઈક અલગ અંદાજે અમે,
મોરના ટહુકાર પણ સંભળાયા અનોખા મધુર સ્વરે,
લાગણીના તાર બંધાઈ ગયાં ઝરમર મેઘની સંગાથે,
મનના મિલન થયાં આજે પહેલાં ચોમાસાની સાક્ષીએ.

